ડોમ્બિવલીમાં રહેતી ૧૯ વર્ષની પરિણીત પૂજા સોલંકીએ ૧ સપ્ટેમ્બરે તેની નણંદના સાગરલી ગાવના ફ્લૅટમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈઃ ડોમ્બિવલીમાં રહેતી ૧૯ વર્ષની પરિણીત પૂજા સોલંકીએ ૧ સપ્ટેમ્બરે તેની નણંદના સાગરલી ગાવના ફ્લૅટમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. એ કેસમાં માનપાડા પોલીસે પૂજાના પતિ કરણ સોલંકીની રવિવારે ધરપકડ કરી હતી. પૂજા સોલંકીને ગોપાલ શિંદે નામની વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલતી હતી જે પૂજાના પતિ કરણને પસંદ નહોતું. એ બાબતે તેમની વચ્ચે ઝઘડા થતા હતા, જેને કારણે પૂજા તાણમાં રહેતી હતી. પૂજાનાં મા-બાપે ગોપાલ શિંદે અને કરણ સોલંકી બન્ને સામે ફરિયાદ નોંધાવી હતી કે એ બન્નેને કારણે જ પૂજાએ જીવન ટૂંકાવ્યું હોઈ શકે. એટલે પોલીસે બન્ને સામે ફરિયાદ નોંધી હતી અને તપાસ અંતર્ગત કરણની ધરપકડ કરવામાં આવી હતી.


