મરાઠી અસ્મિતાનો મુદ્દો ઊછળ્યો એટલે એક્ઝામ પાછી ખેંચવાનો નિર્ણય લીધો સંબંધિત મિનિસ્ટરે
કૅબિનેટ મિનિસ્ટર ઉદય સામંત.
મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે હિન્દી ભાષાની પરીક્ષા લેવાના નિર્ણય સામે રાજકીય હોબાળો થયા બાદ સરકારે નમતું જોખ્યું છે. ઉદ્યોગ અને મરાઠી ભાષા વિભાગના કૅબિનેટ મિનિસ્ટર ઉદય સામંતે આ મામલે મધ્યસ્થી કરીને પરીક્ષા હાલપૂરતી મોકૂફ રાખવાનો આદેશ આપતાં આ વિવાદ પર અત્યારે તો વિરામ મુકાયો છે.
ભાષા વિભાગ દ્વારા ૨૮ જૂને સરકારી ગૅઝેટેડ અને નૉન-ગૅઝેટેડ કર્મચારીઓ માટે હિન્દી ભાષાની એક્ઝામ યોજવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સમાચાર બહાર આવતાં જ શિવસેના (UBT), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને મરાઠી ભાષાનાં સંગઠનોએ મરાઠી રાજ્યમાં હિન્દીની સખ્તી ગણાવીને આ પરીક્ષાનો આકરો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
શિવસેના (UBT)ના એક કાર્યકરે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાજ્યના કર્મચારીઓ પર હિન્દી લાદવાના પ્રયાસથી કોનું હિત સચવાઈ રહ્યું છે એ જણાઈ આવે છે.
