Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટરનું ભંડારામાં તળાવ નજીક ઇમર્જન્સી લૅન્ડિંગ

ખરાબ હવામાનને કારણે હેલિકૉપ્ટરનું ભંડારામાં તળાવ નજીક ઇમર્જન્સી લૅન્ડિંગ

Published : 24 August, 2026 08:49 AM | IST | Bhandara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાઇવેટ કંપનીનું આ હેલિકૉપ્ટર સવારે આશરે ૧૧ વાગ્યે નાગપુરથી રાયપુર તરફ જઈ રહ્યું હતું

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ભંડારા જિલ્લામાં રવિવારે ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે ૪ મુસાફરોને લઈ જઈ રહેલા પ્રાઇવેટ હેલિકૉપ્ટરનું તળાવ નજીક ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું હતું. મોહગાવ-નિલાજ રોડ નજીક થયેલી આ ઘટનામાં સદ્નસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

પ્રાઇવેટ કંપનીનું આ હેલિકૉપ્ટર સવારે આશરે ૧૧ વાગ્યે નાગપુરથી રાયપુર તરફ જઈ રહ્યું હતું. અચાનક વાતાવરણ ખરાબ થતાં અને વિઝિબિલિટી ઘટી જતાં ભિસારી તળાવ પર થોડો સમય હેલિકૉપ્ટરે ચક્કર માર્યાં હતાં. તળાવમાં પાણીનું સ્તર ઓછું હોવાથી આસપાસ મોટો ખુલ્લો વિસ્તાર ઉપલબ્ધ હતો, જેનો ઉપયોગ કરીને પાઇલટે સાવચેતીપૂર્વક ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું. લગભગ એક કલાક સુધી સ્થળ પર રોકાયા બાદ હવામાનમાં સુધારો થતાં હેલિકૉપ્ટરે નાગપુર તરફ પાછી ઉડાન ભરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 08:49 AM IST | Bhandara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK