કાંદિવલી-પશ્ચિમમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં દર મહિનાના ચોથા શનિવારે યોજાતો ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’ આજે, શનિવાર, ૨૫ માર્ચે સાંજે ૭ વાગ્યે યોજાશે.

પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-પશ્ચિમમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં દર મહિનાના ચોથા શનિવારે યોજાતો ગુજરાતી ટૂંકી વાર્તાનો કાર્યક્રમ ‘વાર્તાવંત’ આજે, શનિવાર, ૨૫ માર્ચે સાંજે ૭ વાગ્યે યોજાશે. એમાં પ્રાધ્યાપક હાર્દિક ભટ્ટ અને રાજીવ શાહ પોતાની મનપસંદ વાર્તાઓ રજૂ કરશે અને મમતા પટેલ તથા દિના રાયચુરા પોતાની સ્વરચિત ટૂંકી વાર્તા રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતા પટેલ કરશે. વાર્તાના ઉત્સવ જેવા આ કાર્યક્રમમાં વાર્તારસિકોને જાહેર આમંત્રણ છે. વાર્તારસિકો માટે આ અનેરો અવસર છે.