Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai-ગોરેગાંવ મેટ્રો સ્ટેશનને રામ મંદિર સ્ટેશન સાથે જોડાશે FOB દ્વારા 

Mumbai-ગોરેગાંવ મેટ્રો સ્ટેશનને રામ મંદિર સ્ટેશન સાથે જોડાશે FOB દ્વારા 

24 February, 2023 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગોરેગાંવ મેટ્રો સ્ટશન અને રામ મંદિર રેલવે સ્ટેશન વચ્ચે ફૂટ ઑવર બ્રિજ બનાવવા માટે કૉન્ટ્રેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગોરેગાંવ (Goregaon) પૂર્વ મેટ્રો સ્ટેશન(metro Station) `દહિસર-ગુંડાવલી મેટ્રો 7` માર્ગ પર એક ફુટબ્રિજ દ્વારા રામ મંદિર રેલવે સ્ટેશનને જોડવામાં આવશે. ગોરેગાંવ મેટ્રો સ્ટશન અને રામ મંદિર રેલવે સ્ટેશન વચ્ચે ફૂટ ઑવર બ્રિજ બનાવવા માટે કૉન્ટ્રેક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવશે. (Goregaon East Metro station on the Dahisar-Gundavali Metro 7 route will be connected to the Ram Mandir railway station by a footbridge) 

પ્રવાસીઓની સુવિધા માટે મેટ્રો સ્ટેશનોને રેલવે સ્ટેશનો સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે, `મેટ્રો 7` રૂટ પર ગોરેગાંવ મેટ્રો સ્ટેશન અને રામ મંદિર રેલવે સ્ટેશનને ફુટ ઑવર બ્રિજ સાથે જોડવામાં આવશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અથૉરિટી (MMRDA)એ ઑક્ટોબર 2022માં આ કામ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું,



આ કામ માટે કુલ ત્રણ ટેન્ડર જમા કરવામાં આવ્યા હતા. આમાંથી એક ટેન્ડરને અંતિમ રૂપ આપીને પરવાનગી આપવામાં આવી છે. ગુરુવારે થયેલી પ્રાધિકરણની કાર્યકારિણી સમિતિની બેઠકમાં કૉન્ટ્રેક્ટરની નિયુક્તિને મંજૂરી આપી દેવામાં આવી છે.


નીર સ્ટ્રક્ચરલ લિમિટેડ અને મેસર્સ ફૉર્સ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના સંયુક્ત ઉદ્યમને ફુટઑવર બ્રિજના નિર્માણ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફુટ ઑવર બ્રિજનું નિર્માણ 210 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai: સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ મહિલા સાથે 11 લાખની ઠગી, પોલીસે ન નોંધી FIR


ટેન્ડર ફાઈનલ થયા બાદ ટૂંક સમયમાં જ કામ શરૂ થવાની શક્યતા છે. આ પુલના શરૂ થવાથી પ્રવાસીઓને ઘણી સુવિધા થશે એવી આશા છે. ગોરેગાંવ પૂર્વ મેટ્રો સ્ટેશન (દહિસર-ગુંડાવલી મેટ્રો-7) માર્ગ પર જ્યારે આ બ્રિજ બની જશે તો આ બ્રિજ દ્વારા રામ મંદિર રેલવે સ્ટેશન પણ જોડવામાં આવશે. આણ થવાથી પ્રવાસીઓને ઘણી રાહત મળશે તેમજ ટ્રાફિક જામમાંથી પણ છૂટકારો મળશે. સાથે લોકોનો સમય પણ બચશે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2023 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK