° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


અંબાણી બાદ હવે અદાણી બન્યા હીરાબજારના વેવાઈ

14 March, 2023 08:48 AM IST | Mumbai
Viral Shah, Bakulesh Trivedi | feedbackgmd@mid-day.com

રવિવારે ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની ડાયમન્ડ માર્કેટની જાણીતી કંપની સી. દિનેશના જયમીન શાહની દીકરી દીવા સાથે પરિવારજનોની હાજરીમાં અમદાવાદમાં થઈ સગાઈ. આ પહેલાં મુકેશ અંબાણીના મોટા પુત્રનાં લગ્ન પણ હીરાના વેપારીની દીકરી સાથે થયાં હતાં

જીત ગૌતમ અદાણીએ દીવા શાહ સાથે સગાઈ કરી હતી

જીત ગૌતમ અદાણીએ દીવા શાહ સાથે સગાઈ કરી હતી

હિંડનબર્ગના વિવાદિત રિપોર્ટને પગલે શૅરબજારમાં થયેલી ખાનાખરાબી બાદ અદાણી પરિવારમાં આખરે ખુશીનો માહોલ છવાયો છે અને એનું કારણ છે ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની સગાઈ. રવિવારે અમદાવાદમાં લિમિટેડ લોકોની હાજરીમાં જીત ગૌતમ અદાણીએ હીરાબજારના વેપારી જયમીન દિનેશભાઈ શાહની સુપુત્રી દીવા સાથે સગાઈ કરી હતી.

દીવા શાહ હીરાબજારની જાણીતી કંપની સી. દિનેશ ઍન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના દિનેશભાઈની પૌત્રી અને જયમીનભાઈની દીકરી છે. હીરાબજારમાં સી. દિનેશ કંપની બહુ વિશ્વસનીય નામ છે, જ્યારે જીત અદાણી ગ્રુપ સાથે જ જોડાયેલા છે. યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ અપ્લાયડ સાઇન્સિસનું ભણ્યા બાદ ૨૦૧૯માં તેમણે ગ્રુપ જૉઇન કર્યું હતું. હાલમાં તેઓ અદાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડન્ટ, ગ્રુપ ફાઇનૅન્સની જવાબદારી સંભાળે છે.

રવિવારે ફક્ત પરિવારજનોની હાજરીમાં સગાઈની વિધિ સંપન્ન થઈ હતી. જીતના મોટા ભાઈ કરણ અદાણીએ ૨૦૧૩માં જાણીતા વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે લગ્ન કર્યાં હતાં.

આ બધા વચ્ચે યોગાનુયોગ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ પણ હીરાબજારની જાણીતી કંપની રોઝી બ્લુના રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે લવમૅરેજ કર્યાં હતાં. જીત અને દીવા પણ એકબીજાને ભણતાં હતાં ત્યારે મળ્યાં હતાં અને ત્યાં જ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું કહેવાય છે.

14 March, 2023 08:48 AM IST | Mumbai | Viral Shah, Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

હોળીને લીધે આગની હોળી?

ફિલ્મસિટીની આગનું કારણ હોળીના સીનનું શૂટ હોઈ શકે છે એવું ફાયરબ્રિગેડને એક વિટનેસે કહ્યું, પણ હવે એ સાક્ષી મળી નથી રહ્યો : ફિલ્મસિટી અને મલાડ બંને આગની ઝીણવટભરી તપાસ

22 March, 2023 08:50 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

ખૂન કા બદલા ખૂન, વો ભી ૨૫ સાલ બાદ

૨૫ વર્ષ પહેલાં થયેલી બચુભાઈ પટણીની હત્યાના કેસમાં સવજીભાઈ દોષમુક્ત છૂટી ગયેલા એટલે એનો બદલો લેવા બચુભાઈના પરિવારજનોએ આપી હતી ૨૫ લાખની સુપારી

21 March, 2023 09:01 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

દર્શન સોલંકીના મૃત્યુની તપાસ ક્યારે પૂરી થશે?

તેના પરિવારને હજી પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ, પંચનામાની કૉપી જેવા દસ્તાવેજો અપાયા નથી : પોલીસ કહે છે કે તપાસ માટે કોઈ ટાઇમ-લિમિટ નથી

19 March, 2023 08:14 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK