આખા બિલ્ડિંગમાં આગ ઝડપથી લાગતાં અંદર ફસાયેલા લોકો સીડીથી નીચે ઊતરી નહોતા શક્યા જેને કારણે મૃતકોને બચાવી શકાયા નહોતા
ખૂબ નજીક ઘર હોવાથી બચાવકામગીરીમાં ખૂબ અડચણ આવી હતી. આગ બુઝાવવામાં પાંચ કલાક લાગ્યા.
સાંગલીના વિટા ગામમાં એક ઇલેક્ટ્રૉનિક સ્ટોરમાં મૂકેલા ફ્રિજના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ૪ લોકો હોમાઈ ગયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આગ લાગી એ ઇલેક્ટ્રૉનિક અને સ્ટીલની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. પહેલા માળ પર ગાદી-તકિયા અને ફર્નિચરની દુકાન હતી અને ઉપરના માળ પર આખો પરિવાર રહેતો હતો. બધી જ જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગ ખૂબ ઝડપથી આખી દુકાન અને બિલ્ડિંગમાં ફેલાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે એમાં ૩ માળનું આખું બિલ્ડિંગ બળીને ખાક થઈ ગયું હતું. આગમાં પતિ-પત્ની, તેમની ૨૫ વર્ષની દીકરી અને તેની બે વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે દીકરાને બચાવી લેવાયા હતા. બિલ્ડિંગો ખૂબ નજીક-નજીક હોવાને કારણે ફાયર-બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની હતી. બીજી બાજુ આખા બિલ્ડિંગમાં આગ ઝડપથી લાગતાં અંદર ફસાયેલા લોકો સીડીથી નીચે ઊતરી નહોતા શક્યા જેને કારણે મૃતકોને બચાવી શકાયા નહોતા.


