પાંચ વર્ષના નિર્માણ કાર્ય બાદ ડિલાઇલ બ્રિજ આ ઉનાળામાં શરૂ થવાનો હતો, પરંતુ રેલવે અને સુધરાઈના પહેલા સંયુક્ત પ્રોજેક્ટની ડેડલાઇન ફરી લંબાવીને ઑક્ટોબર કરવામાં આવી

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોઅર પરેલના ડિલાઇલ રોડ બ્રિજનાં પહેલાં બે ગર્ડરોને મૂકવામાં આવ્યાં હતાં (તસવીર : શાદાબ ખાન)
લોઅર પરેલના ડિલાઇલ બ્રિજના નિર્માણ કાર્યને પૂર્ણ કરવાની ડેડલાઇન ફરી એકવાર લંબાવવામાં આવી છે. મુંબઈ સુધરાઈ પહેલા તેને એપ્રિલમાં જાહેર જનતા માટે ખુલ્લો કરવા માંગતી હતી પરંતુ હવે નવી ડેડલાઇન મુજબ ચોમાસા બાદ જ ખુલ્લો મુકાશે. સુધરાઈના અધિકારીઓ કહે છે કે હવે એને ઑક્ટોબરમાં પૂર્ણ કરાશે. આ વેસ્ટર્ન રેલવે અને સુધરાઈ વચ્ચેનો બ્રિજનો પહેલો સંયુક્ત પ્રોજેક્ટ છે. ૨૦૧૮ના ઑગસ્ટ મહિનામાં આઇઆઇટી બોમ્બેએ એનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ મુસાફરો માટે સેફ ન હોવાનો આપતા ૨૦૧૮માં એને ટ્રાફિક માટે રાતોરાત
બંધ કરાયો હતો. અંધેરીમાં ગોખલે પુલ પર એક એફઓબી રેલવે ટ્રક પર તૂટી પડ્યા બાદ ઓડિટ કરાયુ હતું ત્રણ મહિના પહેલા ગોખલે પુલ બંધ થતા જે પ્રમાણે અરાજકતા સર્જાઈ હતી તેવી અરાજકતા પાંચ વર્ષ પહેલા ડિલાઇલ પુલ તોડી પાડવાના નિર્ણય બાદ સર્જાઈ હતી.
રેલવે પહેલી ઑક્ટોબર સુધીમાં એનએમજોષી માર્ગના ઍપ્રોચ રોડને સોંપશે . તેથી ડેડલાઇન લંબાવવામાં આવી છે. ૨૦૨૩-૨૪ના અંદાજીત બીએમસીના બેજટ ભાષણમાં સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે બ્રિજનું કામ ૬૦ ટકા પૂર્ણ છે.
બે ભાગમાં થયું કામ
ડિલાઇલ બ્રીજનું કામ બે ભાગમાં વહેંચાયેલુ છે. રેલવે લાઇન પરનો ભાગ વેસ્ટર્ન રેલવે દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. તો એનએમ જોષી માર્ગના નોર્થ અને સાઉથ તરફના ભાગો અને ગણપતરાવ કદમ રોડનો એક ભાગનું કામકાજ સુધરાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી કે રોડ અને એનએમ જોષી માર્ગના નાર્થ તરફના ભાગના સોલિડ રેમ્પનું કામ પૂર્ણ થયું છે. રેલવેએ ટ્રેક પરના બ્રિજના ભાગને તોડી પાડ્યો હતો. જૂન ૨૦૨૨માં બ્રિજના પહેલા ભાગનું કામ પૂર્ણ થયું હતું કે બીજુ ગર્ડર સપ્ટેમ્બર ૨૦૨૨માં મુકવામાં આવ્યું હતું.
રેલવે ઇસ્ટર્ન સાઇડનો એપ્રોચ રોડ સુધરાઈને ચોથી ઑક્ટોબરે સોંપશે. વેસ્ટર્ન રેલવેએ ગર્ડર બેસાડવા માટે આ પાર્ટને તોડ્યો નહોતો.
અન્ય એક પુલ
અંધેરી ઇસ્ટમાં ગોખલે બ્રિજને હાઇવ સાથે જોડતા તૈલી ગલી બ્રિજનું લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂર્ણ થયું છે. માર્ચ મહિનામાં એને ખુલ્લો મુકવામાં આવશે. હોટેલ રિજન્સી અને તૈલી ગલી વચ્ચે ટ્રાફિકના ભરાવાને રોકવા માટે ૨૦૧૯માં આ પુલના નિર્માણનું કામ શરૂ કરાયું હતું. જે ૨૪ મહિનામાં પૂર્ણ થવાનું હતું. કમિશનરે બજેટમાં આપેલી સ્પિચ મુજબ કામ ૯૫ ટકા થઈ ગયું છે. માત્ર ગટર લાઇનનું કામકાજ બાકી છે જેને ઝડપથી પૂર્ણ કરાશે.