Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC મહિલાઓને શીખવશે શૅરમાર્કેટના ફંડા, જાણો શું છે ૨૫૦ કરોડ રૂપિયાની યોજના

BMC મહિલાઓને શીખવશે શૅરમાર્કેટના ફંડા, જાણો શું છે ૨૫૦ કરોડ રૂપિયાની યોજના

07 February, 2023 10:47 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ પહેલ હેઠળ મહિલાઓને કોમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવશે, જેથી કરીને તેઓ પોતાનો ડેટા સુરક્ષિત રાખી શકે. BMC નબળા વર્ગની છોકરીઓ જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માગે છે તેમને વિઝા અને પરમિટ માટે નાણાકીય સહાય પૂરી પાડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડનાર BMC હવે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવશે જેથી તેઓ જીવનના આર્થિક પડકારોનો સરળતાથી સામનો કરી શકે. આ માટે BMC મહિલાઓને શૅરમાર્કેટ (Share Market)માં રોકાણ અને માર્કેટિંગના ગુણો શીખવશે. સુધારાઇના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ (BMC Planning Department)ના એક અધિકારીએ જણાવ્યું કે શેર માર્કેટ ટ્રેડિંગમાં મહિલાઓની ભાગીદારી ઘણી ઓછી છે. BMCના એક અધિકારીએ કહ્યું કે, “2023-24 માટે BMCના બજેટમાં આયોજન માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે અગાઉના બજેટની જોગવાઈ કરતા છ ગણી વધારે છે. તેના દ્વારા મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને મદદ કરવામાં આવશે, જેમાં મહિલાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

કૉમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવશે



આ પહેલ હેઠળ મહિલાઓને કૉમ્પ્યુટરની તાલીમ પણ આપવામાં આવશે, જેથી કરીને તેઓ પોતાનો ડેટા સુરક્ષિત રાખી શકે. BMC નબળા વર્ગની છોકરીઓ જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માગે છે તેમને વિઝા અને પરમિટ માટે નાણાકીય સહાય પૂરી પાડશે.


કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ

BMC 21 કરોડનો ખર્ચ કરીને મુંબઈમાં એકલી કામ કરતી મહિલાઓને હોસ્ટેલની સુવિધા આપશે. મુંબઈના સાત ઝોનમાં એક-એક મહિલા છાત્રાલય બનાવવામાં આવશે, જેમાં મહિલાઓની રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.


સબસિડી પણ આપશે

સંયુક્ત ભાગીદારી સાથે મહિલા સ્વ-સહાય જૂથોની સંખ્યામાં વધારો કરવા અને તેમના આર્થિક ઉત્થાન માટે રૂા. 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરેક મહિલા બચત જૂથ માટે સબસિડી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે. દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ, સ્વ-સહાય જૂથને વધારાની મૂડીની રકમ વધારીને 35,000 રૂપિયા કરવામાં આવી છે. BMC મહિલાઓને બિઝનેસ માટે ઇલેક્ટ્રિક બાઇક અને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા હેતુ પણ આર્થિક મદદ કરશે.

આ પણ વાંચો: મુંબઈના આ વિસ્તારોમાં 8 અને 9 ફેબ્રુઆરીએ નહીં આવે પાણી, BMC કરશે રિપેરિંગ કામ

શું શીખવવામાં આવશે

  • શૅર માર્કેટ શું છે, તેમાં કેવી રીતે બચત અને રોકાણ કરવું.
  • શૅરમાર્કેટમાં ઉતાર-ચઢાવના સમયે શું કરવું.
  • શરૂઆતમાં રોકાણ કરવું કેટલું સલામત છે, રોકાણ કરવાનો યોગ્ય સમય ક્યારે છે.
  • કયા સેક્ટરમાં રોકાણ કરવાથી શ્રેષ્ઠ વળતર મળશે.
  • સ્ટોક ક્યારે વેચવો અને સૌથી અગત્યનું જ્યારે જોખમ સૌથી વધુ હોય ત્યારે.
Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK