° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


ત્રણ મહિના પહેલાં જેનું ઉદ્ઘાટન થયેલું એ ડબલ ડેકર બસ હજી પણ ડેપોમાં જ

22 November, 2022 10:05 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

એ પહેલી ઈવી ડબલ ડેકર બસ હોવાથી એના માટેની કેટલીક ટેક્નિકલ મંજૂરીઓ લેવાની બાકી હોવાથી એને રોડ પર કાઢી શકાઈ નથી

ડબલ ડેકર બસ

ડબલ ડેકર બસ

મુંબઈની લાઇફ-લાઇન ગણાતી લોકલ ટ્રેન બાદ સૌથી વધુ જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય છે એ બેસ્ટની બસના કાફલામાં ત્રણ મહિના પહેલા વાજતે-ગાજતે ઈવી ડબલ ડેકર બસને સામેલ કરાઈ હતી. જોકે હકીકત એ છે કે એ બસ હજી પણ ડેપોની બહાર નીકળી શકી નથી. એ પહેલી ઈવી ડબલ ડેકર બસ હોવાથી એના માટેની કેટલીક ટેક્નિકલ મંજૂરીઓ લેવાની બાકી હોવાથી એને રોડ પર કાઢી શકાઈ નથી.

આ બાબતે માહિતી આપતાં બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘એ ડબલ ડેકર બસ માટે કેટલીક ટેક્નિકલ પરવાનગીઓ સરકાર પાસેથી લેવી જરૂરી છે જે હજી સુધી બાકી છે. એથી એ ઈવી ડેબલ ડેકર બસ હજી  સુધી ચાલુ કરી શકાઈ નથી. એનું ઉદ્ઘાટન તો થઈ ગયું, પણ એ લોકોને માટે સર્વિસમાં મૂકી શકાઈ નથી. અમને પણ થાય છે કે એ વહેલી તકે સર્વિસમાં મુકાવી જોઈએ.’ 

22 November, 2022 10:05 AM IST | Mumbai | Bakulesh Trivedi

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ધંધા માટે કયો હીરો સાચો?

હીરાબજારમાં ફરી રહેલા મેસેજોથી વેપારીઓમાં આવી મૂંઝવણ : જોકે તેમનું કહેવું છે કે આવતો દસકો સાચા હીરાનો નહીં પણ લૅબગ્રોન ડાયમન્ડ્સનો રહેશે : હકીકત એ છે કે લૅબગ્રોન ડાયમન્ડની માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહી છે

05 December, 2022 09:35 IST | Mumbai | Bakulesh Trivedi
મુંબઈ સમાચાર

મા-બાપનું મંદિર

પોતાના નહીં પણ નોધારા અને પથારીવશ લોકોને રહેવા માટે ભાઈંદરના ઉત્તનમાં અંદાજે ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક શ્રવણ બનાવી રહ્યા છે આવું અનોખું મંદિર

05 December, 2022 09:17 IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ સમાચાર

આજથી શરૂ થશે ગોખલે બ્રિજના ડિમોલિશનનું કામ

વેસ્ટર્ન રેલવેને આ કામ ત્રણેક મહિનામાં પૂરું થઈ જવાનો અંદાજ

05 December, 2022 09:09 IST | Mumbai | Rajendra B Aklekar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK