ફાયર-બિગ્રેડે થોડી વારમાં જ આવીને આગ બુઝાવી નાખી હતી
ઘટનાસ્થળ
ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા હેલિક્સ-મૉલની સામે મેઇન રોડ પર ગઈ કાલે બપોરે દોઢ વાગ્યાની આસપાસ એક CNG ટેમ્પોમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતાં એમાં આગ ફાટી નીકળી હતી. જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ બનાવને નજરે જોનારાઓએ કહ્યું હતું કે ટેમ્પોમાં આગ ફાટી નીકળતાં તરત જ નજીકની ઑફિસોમાંથી ફાયર-એક્સ્ટિંગ્વિશરો લાવીને આગ બુઝાવવાની સ્થાનિક લોકોએ કોશિશ કરી હતી, પણ તેઓ નિષ્ફળ ગયા હતા. જોકે ફાયર-બિગ્રેડે થોડી વારમાં જ આવીને આગ બુઝાવી નાખી હતી, પરંતુ એ પહેલાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. આ દરમ્યાન લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર ટ્રાફિક જૅમ રહ્યો હતો.