શોરૂમમાં મોટા પ્રમાણમાં ફુટવેરનો સ્ટૉક કરાયો હતો. સાથે જ પૂઠાનાં બૉક્સ વગેરે પણ હતાં એથી આગનો વ્યાપ થોડી જ વારમાં વધી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ફ્લોરા ફાઉન્ટન વિસ્તારના પાંચ માળના રુસ્તમજી બિલ્ડિંગમાં આવેલા બાટાના શોરૂમમાં શનિવારે રાતે ૧૦.૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. શોરૂમમાં મોટા પ્રમાણમાં ફુટવેરનો સ્ટૉક કરાયો હતો. સાથે જ પૂઠાનાં બૉક્સ વગેરે પણ હતાં એથી આગનો વ્યાપ થોડી જ વારમાં વધી ગયો હતો. આશરે પાંચ કલાકની જહેમત બાદ મધરાત બાદ ૨.૫૨ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આગમાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી, પણ મોટા પ્રમાણમાં માલ બળી જતાં ઘણું નુકસાન થયું હતું.


