Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મતદારયાદીની SIRની ડ્યુટી પર હાજર ન રહેવા બદલ પહેલાં ૧૪ અને હવે ૬ ટીચર સામે FIR

મતદારયાદીની SIRની ડ્યુટી પર હાજર ન રહેવા બદલ પહેલાં ૧૪ અને હવે ૬ ટીચર સામે FIR

Published : 15 June, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અગાઉ બોરીવલી, દહિસર અને મલાડના ૧૪ ટીચર સામે પણ BLO ફરજ પર હાજર ન રહેવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મતદાર યાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશના ભાગરૂપે બૂથ લેવલ ઑફિસર (BLO)ની ફરજ પર હાજર ન રહીને સરકારી આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ૬ શિક્ષક સહિત ૮ સરકારી કર્મચારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે. આ અગાઉ બોરીવલી, દહિસર અને મલાડના ૧૪ ટીચર સામે પણ BLO ફરજ પર હાજર ન રહેવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

જોગેશ્વરી-ઈસ્ટ વિધાનસભા મતવિસ્તારની આ ઘટના વિશે એક ચૂંટણી-અધિકારીએ આપેલી ફરિયાદના આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ-ફરિયાદ મુજબ ૯ જુલાઈએ એક આદેશ બહાર પાડીને આ ૮ સરકારી કર્મચારીઓની BLO તરીકે વરણી કરવામાં આવી હતી અને આ કામગીરી ૨૦ જૂનથી શરૂ થવાની હતી. મતદારયાદીના પ્રત્યેક ભાગ માટે એક-એક BLO ફાળવવામાં આવ્યા હતા. પસંદ કરાયેલા કર્મચારીઓમાંથી ૬ શિક્ષકો હતા, જ્યારે એક ગોરેગામ ફિલ્મસિટીમાં અસિસ્ટન્ટ છે અને અન્ય એક કર્મચારી આરેમાં સ્ટોરકીપર છે.



વારંવાર યાદ અપાવવા છતાં અને કેટલાક કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેઓ ૧૧ જૂન સુધી BLO તરીકેની ફરજ પર હાજર થયા નહોતા. આખરે આ ૮ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. 


નોંધનીય છે કે BLO એ ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલા સરકારી અથવા અર્ધસરકારી અધિકારી હોય છે, જેઓ મતદાન બૂથ લેવલ પર મતદારયાદીના કસ્ટોડિયન તરીકે કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK