એમ કહેતાં અભિષેક ઘોસાળકરની હત્યા કરનાર મૉરિસ નોરોન્હાની વિખૂટી પડી ગયેલી પત્ની ઉમેરે છે, મૉરિસ પર્ફેક્ટ વ્યક્તિ ભલે નહોતો, પરંતુ સોશ્યલ મીડિયાએ રજૂ કર્યો એવો વિલન પણ નહોતો: તેને લોકલ કબ્રસ્તાનમાં દફનાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના દાવાને ફગાવ્યો
મહાલક્ષ્મીના કબ્રસ્તાનમાં મૉરિસ નોરોન્હાની શુક્રવારે દફનવિધિ કરાઈ હતી
શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા કરીને આત્મહત્યા કરી લેનાર આરોપી મૉરિસ નોરોન્હાની પત્ની સરીનાએ કહ્યું હતું કે ‘મૉરિસ પરફેક્ટ વ્યક્તિ નહોતો, પરંતુ તે સોશ્યલ મીડિયાએ રજૂ કર્યો એવો વિલન પણ નહોતો. મારી દીકરીએ તેના પિતા ગુમાવ્યાનું જેટલું દુઃખ છે એટલું જ દુઃખ મને અભિષેક ઘોસાળકરનાં બાળકો માટે છે. જે કંઈ બન્યું એની જવાબદારી મૉરિસના હરીફોની છે. મૉરિસ સામેના ફોજદારી કેસ રાજકીય રીતે પ્રેરિત હતા. બળાત્કારનો કેસ તેના દુશ્મનોએ કાવતરાના ભાગરૂપે રચ્યો હતો. આ સિવાય મૉરિસનો કોઈ ગુનાહિત રેકૉર્ડ નહોતો.’