ગૌતમ થાપરની મંગળવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેમને કૉર્ટમાં હાજર કરવામાં આવશે. આ પહેલા સીબીઆઇએ ગૌતમ થાપર અને અન્ય વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ આધારે ઇડીએ તેમના વિરુદ્ધ મની લૉન્ડ્રિંગની તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate)એ યસ બેન્ક (Yes Bank)માં 466 કરોડ રૂપિયાની કથિત દગાખોરી મામલે અવંતા ગ્રુપ ઑફ કંપનીઝ (Avantha Group of Companies) ના પ્રમોટર ગૌતમ થાપર (Gautam Thapar)ની ધરપકડ કરવામાં આવી. તેમને પીએમએલએ હેઠલ મંગળવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી. થાપરને આજે સ્થાનિક કૉર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં ઇડી પૂછપરછ માટે તેમની કસ્ટડી માગશે. ઇડીએ મંગળવારે ગૌતમ થાપરના ઠેકાણે છાપેમારી કરી હતી.
આ પહેલા સીબીઆઇએ ગૌતમ થાપર અને અન્ય વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. આ આધારે ઇડીએ તેમના વિરુદ્ધ મની લૉન્ડ્રિંગની તપાસ શરૂ કરી છે. સીબીઆઇએ આ સિલસિલે ગયા મહિને દિલ્હી એનસીઆર, લખનઉ, સિકંદરાબાદ અને કોલકાતા સહિત 14 સ્થળે છાપેમારી કરવામાં આવી જ્યાંથી આપત્તિજનક દસ્તાવેજ અને ડિજિટલ સાક્ષ્યો જપ્ત કરવામાં આવ્યા.
ADVERTISEMENT
શું છે આરોપ
સીબીઆઇના અધિકારીઓ પ્રમાણે થાપર સિવાય રઘુબીર કુમાર શર્મા, રાજેન્દ્ર કુમાર મંગલ, તાપસી મહાજન અને તેમની કંપનીઓ ઑયસ્ટર બિલ્ડવેલ પ્રા. લિ., અવંતા રિયલ્ટી પ્રા. લિ. તથા ઝાબુઆ પાવર લિ.ના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ કેસ બેન્કના મુખ્ય સતર્કતા અધિકારી આશીષ વિનોદ જોશીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.
થાપર અને અન્ય આરોપીઓ પર 466.15 કરોડ રૂપિયા સાર્વજનિક ધનના દુરુપયોગ માટે અપરાધિક ષડયંત્ર, અપરાધિક વિશ્વાસઘાત, દગાખોરી અને ફસવણીની સંડોવણીના આરોપ છે. કેસ નોંધ્યા પછી સીબીઆઇની ટીમે દિલ્હી અને એનસીઆર, લખનઉ (ઉત્તર પ્રદેશ), સિકંદરાબાદ (તેલંગણા) અને કોલકાતા (પશ્ચિમ બંગાળ)માં 14 સ્થળે છાપેમારી કરી.

