એકનાથ શિંદે જૂથમાં અનેક અસંતુષ્ટ વિધાનસભ્યો છે

શરદ પવાર
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકારને હજી બે જ દિવસ થયા છે ત્યારે આ સરકાર છ મહિનામાં તૂટી પડવાની ભવિષ્યવાણી એનસીપીના ચીફ શરદ પવારે કરી છે. એકનાથ શિંદે જૂથમાં અનેક અસંતુષ્ટ વિધાનસભ્યો છે જેને લીધે સરકાર મુશ્કેલીમાં મુકાવાની શક્યતા હોવાથી આપણે વિરોધ પક્ષમાં હોવા છતાં પોતપોતાના મતદાર સંઘમાં જઈને વચગાળાની ચૂંટણીની તૈયારીમાં લાગો, એમ શરદ પવારે પક્ષના નેતાઓને ગઈ કાલે કહ્યું હતું.
બીજેપી-એકનાથ શિંદેની સરકારમાં ગઈ કાલે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે અને આજે બહુમતી પુરવાર કરવા મતદાન થવાનું છે ત્યારે જ શરદ પવારે પક્ષના નેતાઓને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે ‘શિંદે સરકારમાં પ્રધાનમંડળની ફાળવણી થયા બાદ અસંતુષ્ટો બાંયો ચડાવે એવી શક્યતા છે એટલે છ મહિનામાં આ સરકાર તૂટી પડશે. આથી બધા પોતાપોતાના મતવિસ્તારમાં જઈને અત્યારથી જ વચગાળાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાઓ.’