આ કાર્યવાહી અંતર્ગત EDએ ૩.૩ કરોડ રૂપિયા રોકડા, કેટલીક લક્ઝરી કાંડા-ઘડિયાળ, જ્વેલરી, ફૉરેન કરન્સી અને હાઈ ઍન્ડ લક્ઝરી કાર જપ્ત કર્યાં હતાં.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ડબ્બા-ટ્રેડિંગ કરતા અને ઑનલાઇન બેટિંગ કરનારા સામે મની લૉન્ડરિંગનો કેસ નોંધીને ગઈ કાલે મુંબઈમાં ચાર જગ્યાએ રેઇડ પાડી હતી. આ કાર્યવાહી અંતર્ગત EDએ ૩.૩ કરોડ રૂપિયા રોકડા, કેટલીક લક્ઝરી કાંડા-ઘડિયાળ, જ્વેલરી, ફૉરેન કરન્સી અને હાઈ ઍન્ડ લક્ઝરી કાર જપ્ત કર્યાં હતાં.
ડબ્બા-ટ્રેડિંગ કરનાર અને ઑનલાઇન બેટિંગ પ્લૅટફૉર્મ વીમની, વીએમ ટ્રેડિંગ, સ્ટૅન્ડર્ડ ટ્રેડ લિમિટેડ, આઇબુલ કૅપિટલ લિમિટેડ, લૉટસ બુક, ૧૧ સ્ટાર્સ અને ગેમ બૅટલ લીગ હાલ EDની વૉચ હેઠળ છે. મધ્ય પ્રદેશના ઇન્દોરના એક પોલીસ-સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં મની-લૉન્ડરિંગની ફરિયાદના આધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
EDને શંકા છે કે આ ગેરકાયદે ઑનલાઇન બેટિંગનો ધંધો સફેદપોશ મોબાઇલ ઍપ દ્વારા ચલાવવામાં આવે છે અને એના રાઇટ્સ આરોપીઓ પ્રૉફિટ-શૅરિંગના ધોરણે વહેંચી લે છે. આ કેસમાં કેટલાક હવાલા-ઑપરેટર અને ફન્ડ-ઑપરેટર ઓળખવામાં આવ્યા છે અને તેમની ડિજિટલ ડિટેઇલ્સ મેળવવામાં આવી રહી છે.

