EDએ PMLA હેઠળ મુંબઈ અને કોચીમાં કુલ ૧૫ જગ્યાએ રેઇડ પાડી હતી
ડિનો મોરિયા
મીઠી નદીની સાફસફાઈના પ્રોજેક્ટમાં થયેલા ૬૫ કરોડ રૂપિયાના સ્કૅમની તપાસ ચાલી રહી છે. શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ મુંબઈ અને કોચીમાં કુલ ૧૫ જગ્યાએ રેઇડ પાડી હતી. આ કેસમાં ૧૩ આરોપીઓ સાથે બૉલીવુડનો ઍક્ટર ડિનો મોરિયા પણ શંકાના ઘેરામાં છે અને શુક્રવારે બપોરે ડિનો મોરિયાના બાંદરાના ઘર વિલા મોરિયામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની રેઇડ પડી હતી. સાથે જ તેના ભાઈ સેન્ટિનો મોરિયાની માલિકીની જગ્યાઓ પર પણ રેઇડ પાડવામાં આવી હતી.

