Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં BJPના કાર્યકરોમાં અસંતોષ, અનેકનાં રાજીનામાં

મુલુંડમાં BJPના કાર્યકરોમાં અસંતોષ, અનેકનાં રાજીનામાં

Published : 30 December, 2025 07:12 AM | Modified : 30 December, 2025 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ની યાદી ગઈ કાલે જાહેર થતાં મુલુંડના BJPના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

હેતલ જોબનપુત્રા

હેતલ જોબનપુત્રા


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ની યાદી ગઈ કાલે જાહેર થતાં મુલુંડના BJPના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ઉમેદવારી નકારાયા બાદ BJPનો ગઢ ગણાતા મુલુંડમાં BJPના આશરે ૨૦ કાર્યકર તેમ જ  નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આગામી ચૂંટણીમાં ટિકિટ નકારાયા બાદ મહત્ત્વાકાંક્ષી ઉમેદવારોએ પાર્ટી છોડી દીધી હોવાનું કહેવાય છે. મુલુંડ BJPના ભૂતપૂર્વ પ્રમુખ મનીષ તિવારીએ ગઈ કાલે સવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. મનીષ તિવારી સાથે ઘણા કાર્યકરોએ પણ રાજીનામું આપી દીધું છે. એ ઉપરાંત મુલુંડ BJPના મહાસચિવ પ્રકાશ મોટેએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રકાશ મોટે સાથે દિનેશ પાલ, પ્રવીણ ઝા, મહાદેવ ગાવડે અને સૌરભ ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું છે. આગામી ચૂંટણી પહેલાં આ પદાધિકારીઓનાં રાજીનામાંને મુલુંડ BJP માટે મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે.

ગઈ કાલે પાર્ટીમાંથી મેં રાજીનામું આપી દીધું છે અને આજે અપક્ષનું ફૉર્મ ભરીને ચૂંટણી લડવાનો મેં નિર્ણય લીધો છે એમ જણાવતાં મનીષ તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૩૦ વર્ષથી BJPમાં કામ કરી રહ્યો છું. મુલુંડ અને મુંબઈની વિવિધ પોસ્ટ પર મેં કામ કર્યું છે તેમ જ હજારો કાર્યકરોને મેં પાર્ટી સાથે જોડ્યા છે. પાર્ટીએ મને કયા કારણસર ટિકિટ નથી આપી એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે મેં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મારી સાથેના ૨૦થી વધુ કાર્યકરોએ પણ રાજીનામાં આપી દીધાં છે. હાલમાં મુલુંડના BJPમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે જેનું પરિણામ આવતી ચૂંટણીમાં ચોક્કસ જોવા મળશે.’  



આખા મુલુંડમાં BJPના કાર્યકરોએ જે વ્યક્તિનું નામ નથી સાંભળ્યું એવા ઉમેદવારને ટિકિટ આપી : હેતલ જોબનપુત્રા


મુલુંડના BJPના વૉર્ડ-નંબર ૧૦૩નાં મહિલા પ્રમુખ હેતલ જોબનપુત્રાએ ૧૦૩ નંબરના મહિલા વૉર્ડમાંથી ઉમેદવારી મેળવવાના પ્રયાસ કર્યા હતા, પણ ગઈ કાલે હેતલ ગાલા મોર્વેકરને ટિકિટ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ હેતલ જોબનપુત્રાએ ફેસબુક-લાઇવ કરીને પોતાની આપવીતી લોકો સમક્ષ રાખી હતી. હેતલ જોબનપુત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્ટીએ ભલે મને ટિકિટ ન આપી, પણ પક્ષ માટે કામ કરનાર ઉમેદવાર કે ઍક્ટિવ ઉમેદવારને ટિકિટ આપી હોત તો મને સંતોષ થયો હોત, પણ અમારા વૉર્ડ તો શું આખા મુલુંડમાં BJPના કાર્યકરોએ જેનું નામ નથી સાંભળ્યું તેને ટિકિટ આપવામાં આવી છે જેનાથી મારા કાર્યકરો ખૂબ નારાજ છે.’

કૉન્ગ્રેસે ૮૭ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું


વૉર્ડ ૨૨૧ – પૃથ્વીરાજ ઘેવરચંદ જૈન, વૉર્ડ ૨૨૪ – રુખસાના નુરુલ અમીન પારક, વૉર્ડ ૨૧૩ – નસીમા જાવેદ જુનેજા, વૉર્ડ ૨૨૦ – સોનલ મહેશ પરમાર, વૉર્ડ ૨૧૪ - મહેશ શાંતારામ ગવળી, વૉર્ડ ૨૧૫ - ભાવના ધીરજ કોલી, વૉર્ડ ૨૧૭ - રવિકાંત બાવકર, વૉર્ડ ૨૧૮ - રેખા રવીન્દ્ર ઠાકુર, વૉર્ડ ૨૦૮ – સતીશ શિવાજી ખાંડગે, વૉર્ડ ૨૦૯ – રાફિયા અબ્દુલ રશીદ દામુદી, વૉર્ડ ૨૧૦ – અનિલ તુકારામ વાજે, વૉર્ડ ૨૧૨ – નાઝિયા અશફાક સિદ્દીકી, વૉર્ડ ૨૦૪ – નરેન્દ્ર રાજારામ અવધૂત, વૉર્ડ ૨૧૯ - અનુરાધા વિકી કાશેલકર, વૉર્ડ ૫૯ – જયેશ રામદાસ સાંધે, વૉર્ડ ૬૧ – દિવ્યા અવનીશ સિંહ, વૉર્ડ ૬૨ – સૈફ અહદ ખાન, વૉર્ડ ૬૩ – પ્રિયંકા ગણપત સાનપ, વૉર્ડ ૬૪ - ડૉ. હુદા આદમ શેખ ખાન, વૉર્ડ ૬૬ - મેહેર મોહસિન હૈદર, વૉર્ડ ૬૯ - વિનોદ નારાયણ ખજણે, વૉર્ડ ૭૧ - રાધા શ્રીકાંત યાદવ, વૉર્ડ ૮૧ - કવિતા રાયસાહેબ સરોજ, વૉર્ડ ૭૭ – મોનિકા વાડેકર, વૉર્ડ ૪૩ – સુદર્શન ફૂલચંદ સોની, વૉર્ડ ૫૦ – સમીર બલીરામ મુણગેકર, વૉર્ડ ૫૧ – રેખા દિલીપ સિંહ, વૉર્ડ ૫૫ – ચેતન એચ. ભટ્ટ, વૉર્ડ ૫૭ – ગૌરવ અરુણ રાણે, વૉર્ડ ૭૪ – સમિતા નીતિન સાવંત, વૉર્ડ ૧૬૮ – વાસીમ સિદ્દીકી, વૉર્ડ ૧૭૦ – રેશમા તબરેજ મોમિન, વૉર્ડ ૧૭૧ – સંતોષ જાધવ, વૉર્ડ ૧૬૫ – મોહમ્મદ અશરફ આઝમી, વૉર્ડ ૧૬૭ – સમન અર્શદ આઝમી, વૉર્ડ ૭૦ - ભૂપેન્દ્ર રમેશ શિંગારે, વૉર્ડ ૧૫૬ – સવિતા શરદ પવાર, વૉર્ડ ૧૦૨ - રહેબર (રાજા) સિરાજ ખાન, વૉર્ડ ૯૦ – ટ્યુલિપ મિરાન્ડા, વૉર્ડ ૧૭૮ – રઘુનાથ થવાઈ, વૉર્ડ ૧૮૩ – આશા દીપક કાળે, વૉર્ડ ૧૮૪ – સાજિદાબી બબ્બુ ખાન, વૉર્ડ ૧૮૯ – વૈશાલી રાજેશ વાઘમારે, વૉર્ડ ૧૭૫ - લલિતા કાચુ યાદવ, વૉર્ડ ૧૭૯ - આયશા સુફીયાન વાનુ, વૉર્ડ ૧૫૦ – વૈશાલી અજિત શેડકર, વૉર્ડ ૧૫૨ – શશિકાંત બનસોડે, વૉર્ડ ૧૯૨ – દીપક ભિકાજી વાઘમારે, વૉર્ડ ૧૪૪ – સચિન બબન મોહિતે, વૉર્ડ ૧૪૮ – રાજેન્દ્ર જગન્નાથ માહુલકર, વૉર્ડ ૧૫૪ – મુરલીકુમાર ચેલ્લપ્પન પિલ્લે, વૉર્ડ ૧૦૫ – શુભાંગી વૈતી, વૉર્ડ ૧૧૦ – આશા સુરેશ કોપરકર, વૉર્ડ ૧૩૦ - હરીશ કરકેરા, વૉર્ડ ૧૩૧ - સ્મિતા ખાટુ, વૉર્ડ ૧૩૪ – બેનઝીર ઇરફાન દિવટે, વૉર્ડ ૧૩૫ - વસંત નામદેવ કુંભાર, વૉર્ડ ૧૩૬ - સાહેબ આલમ અબ્દુલ કય્યુમ સાવંત, વૉર્ડ ૧૩૮ - સુફિયાન નિયાજ વાનુ, વૉર્ડ ૧૪૦ - પ્રજ્યોતિ હાંડોરે, વૉર્ડ ૧૪૨ - ભારતી ધાયગુડે, વૉર્ડ ૧૦૪ – હેમંત અરુણ બાપટ, વૉર્ડ ૧૧૬ – સંગીતા પ્રીતમ તુળસકર, વૉર્ડ ૧૩૭ - નિઝામુદ્દીન રાઈન, વૉર્ડ ૩૨ – સિરીના ઝીકો કિણી, વૉર્ડ ૩૩ – કમરજહાન મોહમ્મદ મોઈન સિદ્દીકી, વૉર્ડ ૩૪ – હૈદર અસલમ શેખ, વૉર્ડ ૩૫ – પરાગ શાહ, વૉર્ડ ૪૭ – પરમિન્દર સિંહ ભામરા, વૉર્ડ ૪૮ – રફીક ઇલ્યાસ શેખ, વૉર્ડ ૪૯ – સંગીતા કોળી, વૉર્ડ ૪ – રાહુલ વિશ્વકર્મા, વૉર્ડ ૫ – નરેન્દ્રકુમાર શર્મા, વૉર્ડ ૨૬ – સુરેશચંદ્ર રાજહંસ, વૉર્ડ ૧ – શીતલ મ્હાત્રે, વૉર્ડ ૭ – આશિષ ફર્નાન્ડિસ, વૉર્ડ ૧૦ – અવિનાશ સાંખે, વૉર્ડ ૧૭ – સંગીતા કદમ, વૉર્ડ ૧૮ – નીલમ મ્હાત્રે, વૉર્ડ ૨૦ – મસ્તાન ઇશ્તિયાક ખાન, વૉર્ડ ૨૨ - પ્રદીપ કોઠારી, વૉર્ડ ૨૩ – રાજેન્દ્ર પ્રતાપ પાંડે, વૉર્ડ ૨૮ – અજન્તા યાદવ, વૉર્ડ ૨૯ – દેવકુમાર કનોજિયા, વૉર્ડ ૩૬ – સંજય નાગ્રેચા, વૉર્ડ ૪૪ – મંજુ કુંદન યાદવ, વૉર્ડ ૪૫ – રમેશ ભરત યાદવ

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK