આ છોકરીનું નામ મલીશા ખારવા છે. છોકરી મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં રહે છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવનારી મલીશાને વિશ્વની સૌથી મોટી બ્યૂટી બ્રાન્ડ એશેન્શિયલ્સે (Forest Essentials)પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

મલીશા ખારવા (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
કહેવાય છે કે નસીબ બદલાતા વાર નથી લાગતી. એવું જ થયું છે મુંબઈના ધારાવીમાં રહેનારી 14 વર્ષની છોકરી સાથે. જે છોકરીને તેના પરિવાર સિવાય કોઈ પૂછતું સુદ્ધાં નહોતું આજે તે છોકરીની ચર્ચા દેશ-વિદેશમાં દરેક સ્થળે થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ છોકરીની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તો જાણો કોઈ છે આ છોકરી? અને શું છે તેની સ્ટોરી
ધારાવી સ્લમમાં રહેનારી આ છોકરી બની બ્યૂટી બ્રાન્ડનો ફેસ
આ છોકરીનું નામ મલીશા ખારવા છે. છોકરી મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં રહે છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવનારી મલીશાને વિશ્વની સૌથી મોટી બ્યૂટી બ્રાન્ડ એશેન્શિયલ્સે (Forest Essentials)પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. મલીશા હવે ફૉરેસ્ટ એઝેન્શિયલ્સની `ધ યુવતી` કલેક્શનનો ચહેરો બની ચૂકી છે. મલીશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફૉરેસ્ટ એશેન્શિયલ્સ (Forest Essentials)ના સ્ટોરી પર પહોંચે છે અને ત્યાં લાગેલા બેનર પર પોતાની તસવીર જોઈને ખુશ થઈ જાય છે. આ વીડિયો ફૉરેસ્ટ એશેન્શિયલ્સના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે- સપના સાચાં થતા જોઈ તેનો (મલીશા)નો ચહેરો ખીલી ઊઠ્યો. આ વીડિયો આ વાતની સાક્ષી પુરે છે કે ખરેખર સપના સાચાં થાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ મળી ચૂક્યા છે. મલીશાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેની તસવીર બેનર અને પ્રૉડક્ટ્સ પર છપાશે.
View this post on Instagram
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા 31 તારીખે ફરી રાજસ્થાન જશે પીએમ મોદી, શું છે અજમેર અજેંડા?
હૉલિવૂડ સ્ટારને મળી અને બદલાઈ ગયું છોકરીનું જીવન
મલીશાનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે વર્ષ 2020માં હૉલિવૂડના જાણીતા અભિનેતા રૉબર્ટ હૉફ઼મન પોતાના એક મ્યૂઝિક વીડિયો માટે સ્લમમાં રહેતા કેટલાક બાળકો સાથે કામ કરવા માટે આવ્યા હતા. રૉબર્ટ એવા બાળકોને પોતાના મ્યૂઝિક વીડિયોમાં લેવા માગતા હતા જે ખરેખર સ્લમમાં રહેતા હોય. આ દરમિયાન મલીશાને રૉબર્ટના વીડિયોમાં તક મળી નહોતી. પણ પછીથી મલીશાએ પોતાના કૉન્ફિડેન્સ અને ચાર્મથી રૉબર્ટને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. ત્યાર બાદ રૉબર્ટ પોતે મલીશાને મળ્યા અને તેને તેના સપના વિશે પૂછ્યું. મલીશાએ જણાવ્યું કે તે એક મૉડલ બનવા માગે છે. પછી રૉબર્ટે મલીશા માટે એક ક્રાઉડ ફન્ડિંગ અકાઉન્ટ બનાવ્યું. આની મદદથી અત્યાર સુધી કુલ 11 લાખ રૂપિયા એકઠાં થઈ ચૂક્યા છે. મલીશા અનેક મૉડલિંગ ઈન્વેન્ટ્સમાં ભાગ પણ લઈ ચૂકી છે. હાલ તે મૉડલિંગની સાથે-સાથે પોતાના ભણવા પર પણ ફોકસ કરી રહી છે.