મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું એન્કાઉન્ટરને જરાય પ્રોત્સાહન નથી આપતો. મારું માનવું છું કે દરેકે કાયદાનું પાલન કરવું જોઈએ. ગુનેગારોને ઝડપથી સજા થવી જોઈએ.
દેવેન્દ્ર ફડણવીસ
બદલાપુરની સ્કૂલની બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરનારા આરોપી અક્ષય શિંદેનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થવા વિશે ગઈ કાલે એક અંગ્રેજી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હું એન્કાઉન્ટરને જરાય પ્રોત્સાહન નથી આપતો. મારું માનવું છું કે દરેકે કાયદાનું પાલન કરવું જોઈએ. ગુનેગારોને ઝડપથી સજા થવી જોઈએ. જોકે કોઈ ફાયરિંગ કરે અને જીવનું જોખમ ઊભું થાય ત્યારે પોલીસ તાળી ન વગાડે. પોલીસે સ્વબચાવ માટે કરેલા ફાયરિંગમાં અક્ષય શિંદેનું મૃત્યુ થયું છે. આ એન્કાઉન્ટરને બહુ ચગાવવું ન જોઈએ. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.’