Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરાના ગરીબનગરમાં ડિમોલિશનની કાર્યવાહી ૯૦ ટકા પતી ગઈ

બાંદરાના ગરીબનગરમાં ડિમોલિશનની કાર્યવાહી ૯૦ ટકા પતી ગઈ

Published : 22 May, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્મલનગર પોલીસે તોફાનીઓએ કરેલા પથ્થરમાર સંદર્ભે FIR નોંધીને ૧૬ જણની ધરપકડ કરી છે જેમાં એક માઇનર છે.

ગરીબનગરની ગઈ કાલની અવસ્થા.

ગરીબનગરની ગઈ કાલની અવસ્થા.


બાંદરા-ઈસ્ટમાં રેલવે અને કલેક્ટરની જમીન પર ગેરકાયદે ઊભા થયેલા ગરીબનગરના ડિમોલિશનની મંગળવારથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહી ગઈ કાલે ૯૦ ટકા જેટલી પતી ગઈ હતી. પહેલા અને બીજા દિવસે ત્યાંના રહેવાસીઓએ કરેલો પથ્થરમારો અને પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટના બાદ ગઈ કાલે પ્રમાણમાં શાંતિ હતી.

હવે JCB જેવી મશીનરી ડેબ્રી ખસેડવાના અને ઉપાડીને ટ્રકમાં નાખવાના કામમાં લેવાઈ રહી છે. બાકીનું બાંધકામ હવે મજૂરો દ્વારા મૅન્યુઅલી તોડવામાં આવશે.  



સ્પૉટ પરથી રોજની ૮૦ ટન ડેબ્રી ખેસડાઈ રહી છે. ગઈ કાલે ૪૦૦ પોલીસ-કર્મચારીઓ સિક્યૉરિટી માટે તહેનાત કરવામાં આવ્યા હતા. રાતના સમયે પણ પોલીસપહેરો રખાયો છે.  નિર્મલનગર પોલીસે તોફાનીઓએ કરેલા પથ્થરમાર સંદર્ભે FIR નોંધીને ૧૬ જણની ધરપકડ કરી છે જેમાં એક માઇનર છે.


પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજ અને સોશ્યલ મીડિયા પર ફરી રહેલા વિડિયોના આધારે પથ્થરમારો કરનાર અને પોલીસ પર કાચની બાટલીઓ અને અન્ય વસ્તુ ફેંકનાર ૧૫૦ જેટલા લોકોને શોધી 
રહી છે.

 


- ડી. વક્તાણિયા અને સાર્થક મહેતા

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK