પાંચ લાખ રૂપિયામાં સોનાનું એક બિસ્કિટ અને ચેઇન વેચ્યા પછી ખાતામાં આવી ગયેલા પૈસા ફ્રીઝ થઈ ગયા, કારણ કે એ સાઇબર છેતરપિંડીના હતાઃ પેમેન્ટ કરનારે કોઈકના પડાવેલા પૈસા પધરાવી દીધા એનો ફટકો મલાડના જ્વેલરને પડ્યો છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે પૈસા ઉધાર રાખીને થોડી વારમાં મોકલાવું છું કે પછી સર્વર કામ નથી કરતું જેવાં બહાનાં બનાવીને ખાસ કરીને વેપારીઓ સાથે છેપરપિંડી થતી જોવા મળે છે. જોકે મલાડમાં એક ઝવેરી સાથે સોનું લઈને પૈસા આપ્યા બાદ ચીટિંગ થઈ હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.




