એમએચ ડાયલ 1930 પ્રોજેક્ટના ભાગરૂપે, નાગરિકોની ફરિયાદોને અસરકારક રીતે ઉકેલવા માટે આધુનિક અત્યાધુનિક સોફ્ટવેર અને હાર્ડવેરનો અમલ કરવામાં આવી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
2021થી મે 2024ની વચ્ચે 2379.51 કરોડ રૂપિયાની રકમ સાથે સંકળાયેલા છેતરપિંડીના કેસોની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર સાયબર (Maharashtra Cyber Crime) 1930 હેલ્પલાઈનને કારણે 222.99 કરોડ રૂપિયાના ફ્રોડ રોકી શકાયા છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
હેલ્પલાઇન, 23 કાર્યકારી લાઇન અને 110 વ્યક્તિઓ ચોવીસ કલાક કામ કરે છે, દરરોજ 2500-3000 કૉલ એટેન્ડ કરે છે, તેમણે જણાવ્યું હતું કે, 10 અધિકારીઓ ખાસ કરીને ફોલો-અપ પ્રક્રિયાઓ તેમ જ બૅન્કો અને કાયદા અમલીકરણ એજન્સીઓ (Maharashtra Cyber Crime) સાથે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમ પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
ADVERTISEMENT
એમએચ ડાયલ 1930 પ્રોજેક્ટના ભાગરૂપે, નાગરિકોની ફરિયાદોને અસરકારક રીતે ઉકેલવા માટે આધુનિક અત્યાધુનિક સોફ્ટવેર અને હાર્ડવેરનો અમલ કરવામાં આવી રહ્યો છે, એમ મહારાષ્ટ્ર સાયબર (Maharashtra Cyber Crime) અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું, “ક્લાઉડ ટેલિફોનિક સર્વર્સનો ઉપયોગ કૉલ્સ એટેન્ડ કરવા માટે બેન્ડવિડ્થ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે, જે વધુ નાગરિકોને સેવા આપવા માટે પરવાનગી આપે છે. તે પ્રયાસોની અસર નોંધાયેલ છેતરપિંડીની રકમમાં નોંધપાત્ર વધારો અને હોલ્ડની રકમમાં વધારામાં પ્રતિબિંબિત થાય છે.”
દરમિયાન, કસ્ટમ્સ વિભાગે ન્હાવા શેવામાં રૂા. 4.11 કરોડની કિંમતના 4,600 વપરાયેલા લેપટોપ અને વિવિધ બ્રાન્ડના 1,000થી વધુ કોમ્પ્યુટર ભાગો જપ્ત કર્યા છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
એક સૂચનાના આધારે, જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ (JNCH) ખાતે સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) (ઈમ્પોર્ટ)ના અધિકારીઓએ તાજેતરમાં UAEના કન્સાઈનમેન્ટમાંથી ઈલેક્ટ્રોનિક સામાન જપ્ત કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. જપ્ત કરાયેલા લેપટોપ અને 1,546 CPUs, જેની કિંમત રૂા. 4.11 કરોડ છે, UAEથી આયાત કરવામાં આવી હતી જ્યારે સપ્લાયર હોંગકોંગ સ્થિત છે, એમ તેમણે જણાવ્યું હતું.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)ની નીતિ મુજબ યોગ્ય અધિકૃતતા વિના આવા માલની આયાત પર પ્રતિબંધ છે, એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. અધિકારીએ જણાવ્યું કે વપરાયેલ લેપટોપને મધરબોર્ડ કેસીંગ વગેરે જાહેર કરીને ઈનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) પટપરગંજ, દિલ્હી દ્વારા દાણચોરી કરવામાં આવી હતી.
SIIBના અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીમાં પણ એક સાથે સર્ચ હાથ ધર્યું હતું અને આયાત કરતી પેઢીના માસ્ટર માઈન્ડ કમ પ્રોપરાઈટરની ધરપકડ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ દાણચોરીના માલના વેચાણની રકમ તરીકે આયાતકારના પરિસરમાંથી રૂા. 27.37 લાખ રોકડ રિકવર કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. એક ઝડપી તપાસમાં દિલ્હી એર કાર્ગો કસ્ટમ્સમાં બે સરખા શિપમેન્ટનો પર્દાફાશ થયો હતો, જેમાં વપરાયેલ લેપટોપ હતા, અધિકારીએ ઉમેર્યું હતું કે, વધુ તપાસ ચાલી રહી છે, એમ પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો.

