પુણેની ઇન્ફોસિસના કૅમ્પસમાં જેહાદી હૅરૅસમેન્ટ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ એક સોશ્યલ મીડિયા યુઝર દ્વારા લગાવવામાં આવ્યો છે.
નીતેશ રાણે
નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં જાતીય અત્યાચાર અને બળજબરીપૂર્વક ધર્માંતરણના વિવાદ બાદ હવે વધુ એક મોટી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપની ઇન્ફોસિસ ચર્ચામાં છે. પુણેની ઇન્ફોસિસના કૅમ્પસમાં જેહાદી હૅરૅસમેન્ટ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ એક સોશ્યલ મીડિયા યુઝર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેને ટૅગ કરીને મદદ માગવામાં આવી હતી જેના પર તેમણે તરત જ રિપ્લાય આપ્યો છે.
યુઝરે દાવો કર્યો હતો કે પુણેની ઇન્ફોસિસ ઑફિસમાં અમુક ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો દ્વારા અન્ય કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. યુઝરે આ બાબતને ‘જેહાદી હૅરૅસમેન્ટ’ ગણાવી હતી અને રાજ્ય સરકાર તથા નીતેશ રાણે સમક્ષ હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.
ADVERTISEMENT
હિન્દુત્વના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે જાણીતા વિધાનસભ્ય નીતેશ રાણેએ આ ફરિયાદની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે યુઝરને જવાબ આપતાં આશ્વાસન આપ્યું છે કે હું આ બાબતની તપાસ કરીશ અને જો આવું કંઈ થઈ રહ્યું હશે તો એને સાંખી લેવામાં નહીં આવે. કંપની તરફથી હજી સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
