Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coldplay Concert: વેબસાઇટ ક્રેશ, અમદાવાદમાં શોની અફવા, ઇન્ડિયા કનેક્ટ, આ છે શું?

Coldplay Concert: વેબસાઇટ ક્રેશ, અમદાવાદમાં શોની અફવા, ઇન્ડિયા કનેક્ટ, આ છે શું?

Published : 24 September, 2024 04:50 PM | Modified : 24 September, 2024 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહરને પણ કોલ્ડ પ્લેની ટિકિટ ન મળી અને તેની માફક લાખો લોકો ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. ગણતરીની સેકન્ડોમાં વેચાઇ ગયેલી ટિકિટ મેળવવામાં છેતરાતા નહીં

કોલ્ડપ્લે બેન્ડના દિવાનાઓનો પાર નથી, ભારતમાં નવ વર્ષ પછી આવી રહ્યું છે બેન્ડ - તસવીરો સોશ્યલ મીડિયા

કોલ્ડપ્લે બેન્ડના દિવાનાઓનો પાર નથી, ભારતમાં નવ વર્ષ પછી આવી રહ્યું છે બેન્ડ - તસવીરો સોશ્યલ મીડિયા


આ વીકેન્ડ પછી સોશ્યલ મીડિયા પર એક વાતની બહુ ચર્ચા થઇ અને એ હતી બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેના મુંબઈન કોન્સર્ટની ટિકિટ ન મળવાની. ઇન્ટરનેટ જગત હચમચી ગયું છે. લોકોએ ઓનલાઇન ટિકિટ મેળવવા માટે પણ પાંચ લાખ અને નવ લાખની ક્યૂનું વેઇટિંગ જોયું છે. શરૂઆતમાં ટિકિટોની કિંમત બે હજાથી પાંત્રિસ હજાર વચ્ચે હતી પણ પછી થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર આ ટિકિટ્સ બાર સાડા ત્રણ લાખમાં વેચવા માંડી હતી. બેન્ડનું ઇન્વોલ્વમેન્ટ હોવા છતાં થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પર ટિકિટ વેચાવા માંડી.


કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાંની અફવાએ જોર પકડ્યું
તાજેતરમાં જ એક નવી અફવા ચાલી છે કે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને આ અફવાએ લોકોને મજા કરાવી છે. આ સમાચારમાં કોઇ નક્કર માહિતી કે પુરાવા નથી પણ જેની ચર્ચા આ હદે થતી હોય તેની સાથે અફવાઓ પણ કોઇપણ હદે ફેલાઇ શકે છે એવું સમજી લેવું જોઇએ. સોશ્યલ મીડિયા એક્સ પર કોલ્ડ પ્લે ઇન્ડિયાના એકાઉન્ટ પરથી કોઇએ આવો સવાલ પૂછ્યો કે શું આપણે મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડીએ કે વિશ્વનો સૌથી મોટો કોન્સર્ટ અહીં યોજાયો. લોકોએ આ પોસ્ટ પર જાતભાતની કોમેન્ટ કરી, ઉત્સાહ દર્શાવ્યો અને હવે એવી અફવાએ જોર પકડ્યું છે કે કોલ્ડપ્લેનો કોન્સર્ટ મુંબઈ શો પછી 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદમાં થવાનો છે.




ટિકિટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ BookMyShow લોકોએ લૉગ ઇન તો કર્યું પણ તેમને ટિકિટ્સ ન મળી. આઠ વર્ષ પહેલાં  કોલ્ડ પ્લેએ મુંબઈમાં શો કર્યો હતો અને તેના ફેન્સ બહુ આતુરતાથી કોલ્ડપ્લેના કોન્સર્ટ ફરી થાય તેની રાહમાં હતા. કરણ જોહરને પણ કોલ્ડ પ્લેની ટિકિટ ન મળી અને તેની માફક લાખો લોકો ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. ગણતરીની સેકન્ડોમાં વેચાઇ ગયેલી કોલ્ડપ્લેની ટિકિટ વેચાણ શરૂ થયું અને કલાકમાં પુરી થઇ ગઇ. ટિકિટની માંગ અને લોકોનો ધસારો જોતા કોલ્ડપ્લેએ જાન્યુઆરીમાં હજી એક શો કરવાની જાહેરાત કરી પણ એમાં પણ લોકોને ટિકિટ્સ ન મળી. સોશ્યલ મીડિયા કોલ્ડપ્લેની ટિકિટ ન મળવા અંગેના મીમ્સ અને રિલ્સથી ભરાઇ ગયું. લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ સારામાં સારી રીતે આપી અને ગુજરાતીઓએ તો ગરબા છે તો કોલ્ડપ્લેની કોને પડી છે વાળી વાત પણ ચલાવી. કોલ્ડપ્લે કોન્સર્ટને કારણકે ડી વાય પાટીલ સ્ટેડિયમની આસપાસની હોટેલના રૂમ્સના ભાવ વધ્યા છે. આ ભાવ પાંચ લાખ સુધી પહોંચ્યા છે અને ક્યાંક તો તેને પણ પાર કરી ગયા છે. સ્ટેડિયમ પાસેની તાજ વિવાંતા અને મેરિયોટમાં તો રૂમ્સ પણ નથી અને ફોર્ચ્યુન સિલેક્ટ એક્ઝોટિકાએ 3 રાત માટે ભાવ પોણા ત્રણ લાખ રૂપિયા કરી દીધાં છે. ફ્લાઇટ્સની ટિકિટ પણ જબ્બર મોંધી થઇ ગઇ છે.


આ તરફ BookMyShowએ લોકોને વિનંતી કરી છે કે તેઓ અનધિકૃત સાઇટ્સ પરથી ટિકિટ બુક કરવાનું જોખમ ન લે. તેમણે આમ કરવું પડ્યું કારણકે BookMyShow પર ટિકિટ્સ મળવી અશક્ય થઇ ગઇ અને થર્ડ પાર્ટી સાઇટ્સે મોંઘા ભાવે ટિકિટો વેચવાનું શરૂ કર્યું. આ સાઇટ્સ પર ટિકિટના દરોમાં 10-15 ગણો વધારો કરવામાં આવ્યો હતો. જો કે, BookMyShow એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોલ્ડપ્લે કોન્સર્ટની અધિકૃત ટિકિટ વેચવાનું તેઓ એક માત્ર પ્લેટફોર્મ છે. લાખો લોકો ટિકિટ મેળવવામાં અસમર્થ હોવાથી, સોશિયલ મીડિયા પર નિરાશા ફેલાયેલી છે, જેમાંથી મોટાભાગએ BookMyShowનો વાંક કાઢ્યો છે અને બધો બળાપો તેની સામે જ કાઢ્યો છે. મંગળવારે, BookMyshow એ વિયાગોગો અને ગિગ્સબર્ગ જેવી થર્ડ પાર્ટી સાઇટ્સથી પોતે અલગ છે એવું નિવેદન બહાર પાડ્યું. "BookMyShow ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025ના રિસેલના હેતુ માટે Viagogo અને Gigsberg જેવા કોઈપણ ટિકિટ વેચાણ/રિ-સેલ પ્લેટફોર્મ અથવા થર્ડ પાર્ટી સાથે કોઈ જોડાણ ધરાવતું નથી. ભારતીય કાયદો આ પ્રકારના સ્કેલ્પિંગની સખત નિંદા કરે આવે છે અને આ કરવું દંડનીય છે. અમે પોલીસ સત્તાવાળાઓ પાસે ફરિયાદ નોંધાવી છે અને આ બાબતની તપાસમાં તેમને સંપૂર્ણ સહયોગ આપીશું. અમે તમને વિનંતી કરીએ છીએ કે આવા કૌભાંડોનો ભોગ ન બનો. અનધિકૃત સ્ત્રોતોમાંથી ખરીદેલી કોઈપણ ટિકિટ ગ્રાહકના જોખમે લીધેલી હશે અને આ ટિકિટ્સ નકલી પણ હોઇ શકે છે." 

બધી ટિકિટો વેચાઈ ગયા પછી BookMyShowએ કહ્યું...
એક નિવેદનમાં, BookMyShowના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ભારતમાં લાઇવ મનોરંજનના ઇતિહાસમાં આજનો દિવસ માઇલસ્ટોન મોમેન્ટ છે કારણ કે અમે ભારતમાં કોલ્ડપ્લેના મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર 2025 માટે BookMyShow પર સાચા ફેન્ડમ, જબરજસ્ત પ્રેમ અને કલ્પના ન કરી શકાય એવી ઉત્તેજના જોઇ છે. 13 મિલિયન (1.3 કરોડ) ફેન્સ ટિકિટ મેળવવા લૉગ ઇન કરવા તૈયાર હતા અને જે થયું તેના પગલે અમુકને ટિકિટ મળ્યાનો આનંદ થયો તો ઘણાં લોકોને નિરાશા સાંપડી.

"BookMyShow અને BookMyShow Live પર, અમે દરેક ફેનને ટિકિટ મેળવવાની તક મળે એ માટે સ્પષ્ટ, સ્ટેપ-બાય-સ્ટેપ બુકિંગ માર્ગદર્શિકાઓ આપી છે અને અમારી તમામ સત્તાવાર ચેનલો દ્વારા ક્લિયર મેસેજિંગ કર્યા છે. આ માટે અમે પણ સખત મહેનત કરી છે. અમે ક્યુઇંગ સિસ્ટમ પણ લાગુ કરી જેથી વધુ પડતી માંગ અને અન્ય પ્રશ્નોને સંબોધી શકાય.  તક મળે તે સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી છે. શંકાસ્પદ અને ખોટા ધસારાને લીધે યોગ્ય સંચાલન થાય તેની પણ અમે કાળજી રાખી, જેના કારણે થોડો વિલંબ થયો, પરંતુ અભૂતપૂર્વ માંગને કારણે, ત્રીજો મુંબઈ શો ટૂંક સમયમાં ઉમેરવામાં આવ્યો, જેને પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો. જેમને ટિકિટ મળી છે, તેમને અભિનંદન, અમે તમારી નિરાશાને સમજીએ છીએ અને તમારા માટે યાદગાર મનોરંજન અનુભવો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. - એવું નિવેદન BookMyShowએ આપ્યું હતું.

આખરે આ કોલ્ડપ્લે છે શું, જેની પાછળ ભારતીયો દિવાના થયા છે
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે જે 1997માં બન્યું હતું અને પાંચ જણની ટીમમાં લીડ સિંગર અને પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન છે, સાથે ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેમના લાઇવ કોન્સર્ટ પાછળ લોકો ઘેલા થાય છે અને તેમના પરફોર્મન્સની અદા અન્ય બેન્ડના પરફોર્મન્સથી સાવ જુદી હોય છે.આ બેન્ડની શરુઆત આ કલાકારો કૉલેજમાં હતા ત્યારે થઇ હતી અને તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. પહેલાં તો ક્રિસ અને જોનીએ જ બેન્ડ શરૂ કર્યું હતું અને બિગ ફેટ નોઇઝ અને પેક્ટોરલ્સથી પ્રખ્યાત થયા. બેરીમેન તેમની સાથે જોડાયો અને તેમણે સ્ટારફિશ નામે પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને આખરે કોલ્ડપ્લે તેમનું ફાઇનલ નામકરણ થયું. અ રશ ઑફ બ્લડ ટુ ધી હેડ આલ્બમ માટે તેમણે ધી સાયન્ટિસ્ટ સોંગ લખ્યું હતું. તેમનું પહેલું આલ્બમ બેન્ડ ચાલુ થયાના ચાર વર્ષ બાદ 2000ની સાલમાં આવ્યું હતું. તેમનું સૌથી ફેમસ સોંગ શિવર છે. કોલ્ડપ્લે દુનિયાનું સૌથી પાવરફૂલ બેન્ડ ગણાય છે. 2016માં તે ભારતમાં પહેલીવાર પરફોર્મન્સ માટે આવ્યું હતું અને હવે 9 વર્ષ પછી ફરી તેઓ ભારતમાં આવવાના છે. કોલ્ડપ્લેના કોન્સર્ટ મુંબઈમાં 18 અને 19 જાન્યુઆરી છે અને હવે 21મી પણ ઉમેરવામાં આવી છે જો કે ટિકિટો હવે રહી નથી.


કોલ્ડપ્લેનું ઇન્ડિયા કનેક્શન
કોલ્ડપ્લેએ જ્યારે 2016માં હિમ ફોર ધી વીકએન્ડ વીડિયો રિલીઝ કર્યો ત્યારે તેમાં સોનમ કપૂરે પણ કામ કર્યું હતું. ગણતરીની સેકન્ડો માટે સોંગમાં દેખાયેલી સોનમ કપૂર ભારે ચર્ચાઇ હતી. જો કે આ ગીતમાં ભારત દર્શન હતું - તેમાં આપણી ઇમારતો, હોળીનો તહેવાર અને બાયોસ્કોપ બતાડાયા હતાં.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK