આ અરજીમાં શૈક્ષણિક અને મેડિકલ સ્ટાફ સહિત રાજ્યના સરકારી કર્મચારીઓની ચાલી રહેલી હડતાળને તત્કાળ પાછી ખેંચી લેવાની માગણી કરવામાં આવી હતી

ફાઇલ તસવીર
રાજ્યના કર્મચારીઓના આંદોલન વચ્ચે ગેરકાયદે હડતાળના જોખમને રોકવા સરકાર શું પગલાં લઈ રહી છે એવો પ્રશ્ન કરતાં મુંબઈ હાઈ કોર્ટે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારને કહ્યું હતું કે આને કારણે સામાન્ય નાગરિકોને તકલીફ ન પડવી જોઈએ.
આ અરજીમાં શૈક્ષણિક અને મેડિકલ સ્ટાફ સહિત રાજ્યના સરકારી કર્મચારીઓની ચાલી રહેલી હડતાળને તત્કાળ પાછી ખેંચી લેવાની માગણી કરવામાં આવી હતી.
આ હડતાળ ગેરકાયદે છે એમ જણાવતાં ઍડ્વોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને ખાતરી આપતાં કહ્યું હતું કે એને કારણે સામાન્ય નાગરિકને તકલીફ ન પડે એ સુનિશ્ચિત કરવા સરકાર તમામ સંભવ પ્રયાસ કરશે.
સુનાવણીને ૨૩ માર્ચ પર ઠેલતાં કોર્ટે કહ્યું હતું કે લોકોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈને તકલીફ ન પડે એવાં પગલાં લેવાનું સુનિશ્ચિત કરવું એ સરકારની ફરજ છે.