૯૯.૪૫ ટકા ગર્લ-સ્ટુડન્ટ્સ સામે ૯૮.૬૪ ટકા બૉય-સ્ટુડન્ટ્સ પાસ થયા
પ્રતીકાત્મક તસવીર
કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ગઈ કાલે વર્ષ ૨૦૨૫માં લેવાયેલી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC)ની ધોરણ ૧૨ અને ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની ધોરણ ૧૦ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. ૧૮ ફેબ્રુઆરીથી ૨૭ માર્ચ દરમ્યાન લેવામાં આવેલી પરીક્ષામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં અનુક્રમે ૨,૫૨,૫૫૭ અને ૯૯,૫૫૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ધોરણ ૧૦માં ૯૯.૦૯ ટકા અને ધોરણ ૧૨માં ૯૯.૦૨ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે.
છેલ્લાં કેટલાંક વર્ષની જેમ આ વર્ષે પણ ICSE અને ISCની પરીક્ષામાં ૯૯.૪૫ ટકા સાથે છોકરીઓએ બાજી મારી છે. ગર્લ્સ સામે ૯૮.૬૪ ટકા બૉય સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ISCની પરીક્ષામાં સાઉથ રીજન ૯૯.૭૬ ટકા સાથે ટૉપ રહ્યું છે. વેસ્ટ રીજનમાં ૯૯.૭૨ ટકા, નૉર્થ રીજનમાં ૯૮.૯૭ ટકા અને ઈસ્ટ રીજનમાં ૯૮.૭૬ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ICSE પરીક્ષામાં વેસ્ટ રીજન ૯૯.૮૩ ટકા સાથે ટૉપ રહ્યું છે. સાઉથ રીજનમાં ૯૯.૭૩ ટકા, નૉર્થ રીજનમાં ૯૮.૭૮ ટકા અને ઈસ્ટ રીજનમાં ૯૮.૭૦ સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

