મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનોની પ્લૅટફૉર્મ ટિકિટના ભાવમાં ૧૦થી ૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે આજથી ૨૩ મે એટલે કે ૧૫ દિવસ સુધી રહેશે

ફાઇલ તસવીર
મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનોની પ્લૅટફૉર્મ ટિકિટના ભાવમાં ૧૦થી ૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે આજથી ૨૩ મે એટલે કે ૧૫ દિવસ સુધી રહેશે. સીએસએમટી, દાદર, એલટીટી, થાણે, કલ્યાણ અને પનવેલ રેલવે સ્ટેશનો પર આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં કોરોનાની અસર ઓછી થઈ ગયા બાદ ફરી મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશનો પર ગિરદી કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં રેલવેએ ફરી ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ગેરકાયદે રેલવેના પ્લૅટફૉર્મ પર પહોંચતા હોવાથી તેમ જ ગિરદી પર નિયંત્રણ રાખવા માટે ટિકિટના ભાવ વધારવામાં આવ્યા છે. જોકે આનાથી ગિરદી પર કાબૂ મેળવાશે કેમ કે એ સવાલ છે.
સેન્ટ્રલ રેલવેનાં છ સ્ટેશનો પર આજથી ૨૩ મે સુધી અત્યારના પ્લૅટફૉર્મ ટિકિટના ભાવમાં ૧૦ રૂપિયાથી ૫૦ રૂપિયા વધારવામાં આવ્યા છે. પંદર દિવસ બાદ આ બાબતે ફેરવિચાર થઈ શકે છે.