દરમ્યાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો થાણે- કલ્યાણ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જે કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશનો પર ઊભી રહેશે.
પ્રતીકાત્મક તસવીર
રેલવે-ટ્રૅક અને અન્ય મશીનરીના સમારકામ માટે સેન્ટ્રલ રેલવેના સબર્બન સેક્શનમાં રવિવારે ૨૯ જૂને જમ્બો બ્લૉક રાખવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેમાં થાણે અને કલ્યાણ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૦.૪૦થી બપોરે ૩.૪૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. દરમ્યાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો થાણે- કલ્યાણ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જે કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશનો પર ઊભી રહેશે.
ADVERTISEMENT
હાર્બર લાઇનમાં પનવેલ-વાશી વચ્ચે અપ અને ડાઉન લાઇનમાં સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૪.૦૫ સુધી બ્લૉક રહેશે. એને પગલે સવારે ૧૦.૩૩થી બપોરે ૩.૪૯ વાગ્યા સુધી CSMT-પનવેલ ડાઉન લાઇન અને પનવેલ/બેલાપુર-CSMT અપ લાઇન પર ટ્રેનો રદ રહેશે. ટ્રાન્સ-હાર્બર લાઇન પર બ્લૉક દરમ્યાન CSMT-વાશી વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.
વેસ્ટર્ન લાઇનમાં રવિવારે બ્લૉક રહેશે નહીં.
ગેટવે આૅફ ઇન્ડિયાની મરમ્મત થઈ રહી છે
ગેટવે ઑફ ઇન્ડિયા પર માંચડા બાંધીને એના જતન અને સંવર્ધનની પ્રક્રિયા ચાલી રહી છે.

