BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી સેના (ABVP) માટે આ પરિણામ બહુ જ મોટો ફટકો માનવામાં આવે છે.
ગઈ કાલે ફોર્ટમાં મુંબઈ યુનિવર્સિટીના કાઉન્ટિંગ સેન્ટરની બહાર વિજયી ઉન્માદમાં શિવસેના (UBT)ના સભ્યો. તસવીર: આશિષ રાજે
બે વર્ષથી અટકી પડેલી મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની યુવા સેનાએ વર્ચસ કાયમ રાખીને બાજી મારી હતી. ગઈ કાલે મોડી રાત સુધી જાહેર થયેલી દસમાંથી આઠેઆઠ બેઠક પર યુવા સેનાના ઉમેદવારો જીત્યા હતા. આદિત્ય ઠાકરેની સાથે શિવસેનાના નેતા વરુણ સરદેસાઈની પણ આ જીત હોવાનું માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાલઘરના સંસદસભ્ય હેમંત સાવરાની બહેન નિશા સાવરા પણ હારી ગઈ હતી. BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી સેના (ABVP) માટે આ પરિણામ બહુ જ મોટો ફટકો માનવામાં આવે છે.