મુંબઈના રસ્તાઓ પર આજકાલ ક્યારેક-ક્યારેક BYD બ્રૅન્ડની ઇલેક્ટ્રિક ગાડીઓ દેખાઈ જાય છે
કાર
મુંબઈના રસ્તાઓ પર આજકાલ ક્યારેક-ક્યારેક BYD બ્રૅન્ડની ઇલેક્ટ્રિક ગાડીઓ દેખાઈ જાય છે. આ એક ચાઇનીઝ બ્રૅન્ડ છે અને લેટેસ્ટ સમાચાર પ્રમાણે એણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV)ના વેચાણમાં ઈલૉન મસ્કની ટેસ્લાને પાછળ રાખીને પહેલો નંબર પ્રાપ્ત કરી લીધો છે. ઈલૉન મસ્કના જમણેરી રાજકારણ અને વિદેશી કંપનીઓ સામેની સ્પર્ધા ઉપરાંત ગ્રાહકોના વિરોધને કારણે સતત બીજા વર્ષે ટેસ્લાની કારના વેચાણમાં ઘટાડો થયો હતો. ટેસ્લાએ જણાવ્યું હતું કે એણે ૨૦૨૫માં ૧૬.૪ લાખ વાહનો ડિલિવર કર્યાં હતાં, જે એક વર્ષ અગાઉ કરતાં આશરે ૯ ટકા ઓછાં છે.
બીજી તરફ ચીની કંપની BYDએ ગયા વર્ષે ૨૨.૬ લાખ વાહનો વેચ્યાં હતાં, જે ૨૦૨૪ કરતાં ૨૭.૯ ટકા વધુ છે. એ હવે વિશ્વની સૌથી મોટી EV ઉત્પાદક છે. ટેસ્લાનું ચોથા ક્વૉર્ટરમાં કુલ વેચાણ ૪,૧૮,૨૨૭ થયું હતું, જે વિશ્લેષકોએ ધારેલા ૪,૪૦,૦૦૦ના આંકડાની અપેક્ષા કરતાં ઓછું છે. મુંબઈમાં BYDનાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની પ્રાઇસ ૨૬.૭૭ લાખ રૂપિયાથી શરૂ થાય છે.


