Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અનસ્ટૉપેબલ ઈલૉન મસ્ક: નેટવર્થ હવે ૭૦૦ અબજ ડૉલરને પાર

અનસ્ટૉપેબલ ઈલૉન મસ્ક: નેટવર્થ હવે ૭૦૦ અબજ ડૉલરને પાર

Published : 22 December, 2025 09:20 AM | Modified : 22 December, 2025 12:27 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મસ્કનું ૨૦૧૮નું સૅલરી પૅકેજ ૫૬ અબજ ડૉલરનું હતું. ડેલવેર કોર્ટે એને શુક્રવારે મંજૂર કર્યું હતું

ઈલૉન મસ્ક

ઈલૉન મસ્ક


દુનિયાની નંબર વન અમીર વ્યક્તિ રહેલા ટેસ્લાના ઈલૉન મસ્ક પર નાણાંનો એટલો વરસાદ થયો છે કે તેમની નેટવર્થ હવે ૭૦૦ અબજ ડૉલરને પાર કરી ગઈ છે. આટલી નેટવર્થને પાર કરનારા તેઓ દુનિયાના પ્રથમ માણસ બન્યા છે. અમેરિકામાં ડેલવેરની સુપ્રીમ કોર્ટે ટેસ્લાના શૅરની બાબતે મસ્કની તરફેણમાં ચુકાદો આપ્યો એના કારણે તેમની સંપત્તિમાં એકાએક વધારો થયો છે. ફૉર્બ્સ બિલ્યનેર્સ ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ૭૪૯ અબજ ડૉલરની પાર નીકળી ગઈ છે.

મસ્કનું ૨૦૧૮નું સૅલરી પૅકેજ ૫૬ અબજ ડૉલરનું હતું. ડેલવેર કોર્ટે એને શુક્રવારે મંજૂર કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે પૅકેજ રદ કરવાનો ૨૦૨૪નો ચુકાદો મસ્ક માટે અન્યાયપૂર્ણ હતો. ૨૦૧૮ના ૫૬ અબજ ડૉલરના આ સ્ટૉક ઑપ્શન્સનું મૂલ્ય હવે ૧૩૯ અબજ ડૉલર છે



ફૉર્બ્સની યાદી મુજબ મસ્કની સંપત્તિ હવે તેમના નજીકના હરીફ ગૂગલના સહ-સ્થાપક લૅરી પેજ કરતાં લગભગ ૫૦૦ અબજ ડૉલરથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે અમીરોની યાદીમાં બીજા-ત્રીજા-ચોથા નંબરે છે જે લોકો તેમની કમ્બાઇન્ડ નેટવર્થ પણ મસ્ક જેટલી નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં મસ્કની સંપત્તિ પહેલી વાર ૬૦૦ અબજ ડૉલરને વટાવી ગઈ હતી. વળી મસ્કની અવકાશ કંપની સ્પેસએક્સનો પબ્લિક ઇશ્યુ આવવાનો છે જે તેમની સંપત્તિમાં હજી વધારો કરી શકે છે.


હિપ-હૉપ સ્ટાઇલમાં ડાન્સ કરતા હ્યુમનૉઇડ રોબોએ ઈલૉન મસ્કને પણ ઇમ્પ્રેસ કરી દીધા


ચીનના ચેન્ગડુ શહેરમાં યુનિટ્રી G1 હ્યુમનૉઇડ રોબોએ ચીનના એક પ્રખ્યાત સિંગરની કૉન્સર્ટમાં હિપ-હૉપ સ્ટાઇલમાં ડાન્સ-સ્ટેપ્સ કર્યાં હતાં. લગભગ પાંચ રોબોએ રિયલ ડાન્સર્સની સાથે જુગલબંદી કરતા હોય એમ એકસાથે એક જેવાં સ્ટેપ્સ કરીને લોકોને અચંબિત કરી દીધા હતા. વિડિયોમાં રોબોની ડાન્સ-મૂવ્સ એટલી મસ્ત હતી કે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઈલૉન મસ્ક પણ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. રોબોએ હિપ-હૉપ ડાન્સમાં સામાન્ય રીતે પહેરાતાં હોય છે એવાં ચળકતાં કપડાં પહેર્યાં હતાં જેને કારણે આ રોબો રિયલ ડાન્સર્સ જેવા જ કૂલ દેખાતા હતા. ઈલૉન મસ્કે આ વિડિયો શૅર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2025 12:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK