થાણેમાં બસ-ડ્રાઇવરની બાઇકરને ૧૦૦ મીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
થાણે શહેરના કસારવડવલી નાકા પાસે બાઇકસવારને ૧૦૦ મીટર સુધી ખેંચી જનારા પ્રાઇવેટ બસના ડ્રાઇવર મન્સુરઅલીની પોલીસે ધરપકડ કરી હતી. થાણે પોલીસે જણાવ્યા પ્રમાણે ‘રવિવારે રાતે બેફામ દોડાવાતી મિની બસે ૩૦ વર્ષના ફૂડ-ડિલિવરી એજન્ટ શશીકાંત બહેરાને અડફેટે લીધો હતો. ત્યાર પછી શશીકાંતે એ સ્કૂલ બસના ડ્રાઇવરને ‘મારી મોટરસાઇકલને ટક્કર શા માટે મારી ?’ એવો સવાલ ડ્રાઇવરની પાસેની બારી પકડીને પૂછ્યો હતો. એ વખતે ૨૧ વર્ષના ડ્રાઇવર મન્સુરઅલીએ બસ હંકારી મૂકી હતી. બસની બારીએ લટકતાં રહેલાં શશીકાંત બહેરાને તે લગભગ ૧૦૦ મીટર સુધી ખેંચી ગયો હતો. શશીકાંતને ગંભીર ઈજા થતાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.