આ પ્રસંગે રાજ્ય કક્ષાના નાણાપ્રધાનના હસ્તે BSE 150 ઇન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો હતો
નિર્મલા સીતારમણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે લોટસ હૉલ ખાતે એનો ૧૫૦મો સ્થાપનાદિવસ ઊજવ્યો હતો. આ કાર્યક્રમમાં નાણાં અને કૉર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારમણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યકક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી અને SEBIના ચૅરમૅન તુહિન કાંતા પાંડે પણ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણીની શરૂઆત પરંપરાગત દીપપ્રાગટ્યથી થઈ, ત્યાર બાદ BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ સૌને આવકાર્યા હતા. BSEના ૧૫૦મા સ્થાપનાદિવસની સ્મૃતિમાં સ્પેશ્યલી બનાવવામાં આવેલા સિક્કાનું અને BSE@150 લોગોનું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના નાણાપ્રધાનના હસ્તે BSE 150 ઇન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો હતો અને BSEના નેજા હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં કરાનારી નવી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી પહેલોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


