વેપારીઓએ રાતના સાડાસાતથી ૮ વાગ્યા સુધી તેમની દુકાનોની લાઇટ બંધ રાખી કર્મચારીઓ સાથે દુકાનની સામે રસ્તા પર મીણબત્તી પ્રગટાવી મૌન રાખીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
બોરીવલીમાં વેપારીઓ દ્વારા પહલગામ હત્યાકાંડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ
પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો અને હત્યાકાંડનો વિરોધ કરવા અને એમાં જીવ ગુમાનારા લોકોને શ્ર દ્ધાંજલિ આપવા ગઈ કાલે બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર બોરીવલી બિઝનેસ અસોસિએશને જાહેર નિષેધ અને શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કર્યું હતું. વેપારીઓએ રાતના સાડાસાતથી ૮ વાગ્યા સુધી તેમની દુકાનોની લાઇટ બંધ રાખી કર્મચારીઓ સાથે દુકાનની સામે રસ્તા પર મીણબત્તી પ્રગટાવી મૌન રાખીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ૧૫૦૦ જેટલા વેપારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.


