બસ આગમાં ભડભડ બળવા લાગતાં તરત જ ફાયર-બ્રિગેડને જાણ કરાઈ હતી જેમણે પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
બોરીવલીમાં બસ બળી
બોરીવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દેવીપાડા સ્ટેશનની નીચે ગઈ કાલે એક પ્રાઇવેટ બસમાં આગ ફાટી નીકળી હતી. કસ્તુરબા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ રણાવરેએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ખાનગી ટ્રાવેલની બસ હતી. એમાં બે ડ્રાઇવર અને ક્લીનર જ હતા, કોઈ પૅસેન્જર નહોતા. તેઓ કાંદિવલી-ઈસ્ટથી બોરીવલી-વેસ્ટમાં બસ પાર્ક કરવા જઈ રહ્યા હતા એ વખતે પાછળથી ધુમાડો આવી રહ્યો હોવાનું જણાઈ આવતાં ડ્રાઇવરે તરત જ બસ સાઇડમાં લઈને રોકી હતી અને ઇલેક્ટ્રિકના વાયરોના કનેક્શન ડૅશ બોર્ડ નીચેથી ખેંચી કાઢ્યા હતા. જોકે આટલી વારમાં પાછળ આગ લાગી ગઈ હોવાનું જણાઈ આવતાં તેઓ બધા જ બસમાંથી નીચે ઊતરી ગયા હતા. બસ આગમાં ભડભડ બળવા લાગતાં તરત જ ફાયર-બ્રિગેડને જાણ કરાઈ હતી જેમણે પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એની તપાસ ચાલી રહી છે.’
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૮ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૨૫ કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૨૫૬

