રવિવારની રજાના દિવસે મલાડમાં માર્વે બીચ પર પાંચ બાળકો નહાવા ગયાં હતાં ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી પાંચ બાળકો ડૂબી ગયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ માર્વે બીચ પર ફરવા ગયેલાં પાંચ બાળકો અચાનક દરિયામાં ડૂબી ગયાં હતા. ફાયર બ્રિગેડ, લાઇફ ગાર્ડ્સ અને પોલીસની ટીમે બે બાળકોને બચાવી લીધાં હતાં, પરંતુ રવિવારે ત્રણ બાળકો ડૂબી ગયા હતાં જેમાંથી બે બાળકોનાં મૃતદેહ ગઈ કાલે મળી આવ્યાં હતાં.
રવિવારની રજાના દિવસે મલાડમાં માર્વે બીચ પર પાંચ બાળકો નહાવા ગયાં હતાં ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી પાંચ બાળકો ડૂબી ગયાં હતાં. બાળકોને બચાવવા માટે સૌથી પહેલાં બોટની મદદ લેવામાં આવી હતી અને ત્યાર બાદ હેલિકૉપ્ટર દ્વારા કલાકો સુધી સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલાં બાળકોમાં ૧૨ વર્ષના શુભમ રાજકુમાર જયસ્વાલ, ૧૨ વર્ષના નિખિલ સાજિદ કયામકુર, ૧૨ વર્ષના અજય જિતેન્દ્ર હરિજનનો સમાવેશ થાય છે.

