અધિકારીઓએ કૉન્ટ્રૅક્ટરને ડસ્ટ કન્ટ્રોલ, પાણીનો છંટકાવ, વાહનો ધોવાં જેવા તમામ નિયમો ચુસ્તપણે અનુસરવાનો આદેશ આપ્યો અને નિયમો ન પળાય તો કામ બંધ કરાવવાની ચીમકી આપી
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મેટ્રો 7Aના કન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહેલા કૉન્ટ્રૅક્ટરને પ્રદૂષણ-નિવારણનાં પગલાંઓનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. BMCના અધિકારીઓએ એવી પણ ચેતવણી આપી હતી કે આપેલી સમયમર્યાદામાં જો જરૂરી પગલાં નહીં લેવાય તો કામ બંધ કરવાનો આદેશ પણ આપી શકે છે.
મેટ્રો 7A અંતર્ગત દહિસર-ગુંદવલી સ્ટ્રેચના ગુંદવલીથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ સુધી એક્સ્ટેન્શનની કામગીરી ચાલી રહી છે. ૩.૪ કિલોમીટરના આ સ્ટ્રેચમાંથી ૦.૯૪ કિલોમીટર એલિવેટેડ છે, જ્યારે બાકીનો ૨.૫૦૩ કિલોમીટર સ્ટ્રેચ ભૂગર્ભમાં છે. અત્યારે ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરીની સમીક્ષા કરવા માટે BMCના અધિકારીઓ દ્વારા તાજેતરમાં સાઇટ-વિઝિટ કરવામાં આવી હતી. અધિકારીઓએ ડસ્ટ-કન્ટ્રોલ માટે કૉન્ટ્રૅક્ટરને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે
ADVERTISEMENT
BMCએ કૉન્ટ્રૅક્ટરને કયા-કયા નિર્દેશ આપ્યા?
* તાત્કાલિક ડસ્ટ કન્ટ્રોલ માટે પગલાં ભરવાં
* પાણીના છંટકાવની ફ્રીક્વન્સી વધારવી
* કન્સ્ટ્રક્શનનો તમામ કચરો-કાટમાળને ઢાંકવો
* તમામ વાહનોની સંપૂર્ણ સફાઈ કરવી
* સાઇટની એન્ટ્રી-એક્ઝિટ પર ટાયર ધોવાની સુવિધા કરવી
શું છે નિયમ?
મુંબઈમાં કન્સ્ટ્રક્શન્સ પ્રોજેક્ટ્સ પાસે સેન્સરબેઝ્ડ ઍર ક્વૉલિટી મૉનિટર ઇન્સ્ટૉલ કરવું જરૂરી છે. જોકે BMCના ઇન્સ્પેક્શનમાં જાણવા મળ્યું હતું કે સાઇટ પર એવી કોઈ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવી નહોતી.


