આ સ્થળોનું લિસ્ટ મંજૂરી માટે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે એમ BMCના એક અધિકારી જણાવ્યું હતું.
કબૂતરખાના
મુંબઈમાં રહેણાક વિસ્તારોમાં કબૂતરખાનાં બંધ કરવાના બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કબૂતરખાના માટે નવી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું હતું. BMCએ અત્યાર સુધીમાં એવાં ૧૩ સ્થળો શૉર્ટલિસ્ટ કર્યાં છે જ્યાં કબૂતરખાનાં ઊભાં કરી શકાય. આ સ્થળોનું લિસ્ટ મંજૂરી માટે બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે એમ BMCના એક અધિકારી જણાવ્યું હતું.
મુંબઈના શહેર વિસ્તારમાં પૂરતી જગ્યા ન મળતાં પરાવિસ્તારોમાં નવા કબૂતરખાના માટેનાં સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. એમાંથી મોટા ભાગનાં સ્થળો ઈસ્ટનાં પરાંમાં છે.
ADVERTISEMENT
BMCના ૨૫ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને કબૂતરખાનાં માટે યોગ્ય જગ્યા શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એમાં A, B, C, D, E, G-સાઉથ, G-નૉર્થ, F-નૉર્થ, F-સાઉથ તેમ જ H-ઈસ્ટ, P-ઈસ્ટ, K-ઈસ્ટ અને P-સાઉથ વૉર્ડમાં જગ્યા ખાલી ન હોવાનું અધિકારીઓએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું. તેથી પરાવિસ્તારનાં ૧૩ સ્થળોને કબૂતરખાના માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે.
