ગણેશોત્સવ પછીની કામગીરીમાં કાયદેસર અને ગેરકાયદે બન્ને રીતનાં બૅનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ પૂરો થયા પછી રસ્તાઓ પર લગાવવામાં આવેલાં ગેરકાયદે બૅનર્સ હટાવવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હાથ ધરી હતી. ૭ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન કુલ ૧૧,૫૬૩ પોસ્ટર્સ અને બૅનર્સ હટાવવામાં આવ્યાં હતાં.
BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૬૩૧ બૅનર્સ, ૬૨૨ બોર્ડ્સ અને ૧૩ પોસ્ટર્સ હટાવવામાં આવ્યાં હતાં. અગાઉ એપ્રિલથી જુલાઈ મહિના દરમ્યાન BMCએ ૨૦,૩૪૫ ગેરકાયદે બૅનર્સ અને પોસ્ટર્સ હટાવ્યાં હતાં જેમાંથી ૪૮ ટકા રાજકીય પક્ષનાં હતાં.’
ADVERTISEMENT
ગણેશોત્સવ પછીની કામગીરીમાં કાયદેસર અને ગેરકાયદે બન્ને રીતનાં બૅનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાયદેસર એટલે એવાં બૅનર્સ જેમને ગણેશોત્સવ સુધીની જ પરવાનગી હોય. આવાં બૅનર્સ પણ મુદત પૂરી થયા બાદ ઉતારવામાં આવ્યાં નહોતાં એટલે BMCએ આવાં બૅનર્સ સામે પણ કાર્યવાહી કરી હતી.


