BMCના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે અધિકારીઓને રોડના કૉન્ક્રીટીકરણનું કામ વહેલી તકે પૂરું કરવા જણાવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂન પહેલાં ઘણાં બધાં કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને (BMC) આટોપી લેવાના હોય છે જેમાં હાલ શહેરભરના ડામરના રોડને કૉન્ક્રીટના રોડ બનાવવાનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. BMC દ્વારા દરેક પ્રોજેક્ટની માહિતી આપતું બોર્ડ સાઇટ પર લગાડાતું હોય છે. હવે એ માહિતી ક્યુઆર કોડ દ્વારા પણ મળી શકે એ માટે ક્યુઆર કોડ પણ લગાડવામાં આવ્યો છે.
BMC દ્વારા કૉન્ક્રીટના રોડ જ્યાં બની રહ્યા છે એ સાઇટ પર એ કામ ક્યારથી ચાલુ કરવામાં આવ્યું, કેટલો સમય ચાલશે, ક્યારે પૂરું થશે, રોડની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી બોર્ડ પર લખીને આપે છે. હવે એમાં એ માહિતી ક્યુઆર કોડ દ્વારા પણ મળી શકે એ માટે સાઇટ પર ક્યુઆર કોડ લગાડવામાં આવી રહ્યો છે.
દરમ્યાન BMCના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે અધિકારીઓને રોડના કૉન્ક્રીટીકરણનું કામ વહેલી તકે પૂરું કરવા જણાવ્યું છે. તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ ખાતરી આપી છે કે તેમને આપવામાં આવેલી ડેડલાઇનની પહેલાં જ તેઓ કામ પૂરું કરી દેશે.

