સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે ડેવલપરના ઇશારે BMCએ આ તોડકામ કર્યું છે.
ગઈ કાલે BMCએ માટુંગા-સેન્ટ્રલના ભંડારકર રોડ પર આવેલાં ગેરકાયદે સ્ટૉલ્સ અને દુકાનોની બહારનાં અતિક્રમણો તોડી પાડ્યાં હતાં. (તસવીર: શાદાબ ખાન)
માટુંગા-સેન્ટ્રલમાં સ્ટેશનથી લઈને ભંડારકર રોડ પર આવેલી ફૂલમાર્કેટ સુધીનાં ગેરકાયદે સ્ટૉલ્સ અને દુકાનોએ કરેલાં અતિક્રમણો પર ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નો હથોડો પડ્યો હતો.
BMCના ડેપ્યુટી કમિશનર પ્રશાંત સપકાળે અને એફ-નૉર્થના વૉર્ડ ઑફિસર નીતિન શુક્લાની દોરવણી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. માટુંગા રેલવે-સ્ટેશનથી લઈને ભંડારકર રોડ પરની ફૂલમાર્કેટમાં ફુટપાથ અને રસ્તા પર કરાયેલાં અતિક્રમણો અને ગેરકાયદે બાંધકામો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેશનથી ૩૦૦ મીટર સુધીમાં આવેલી બાવીસ ગેરકાયદે દુકાનો અને ૩૦ દુકાનોએ કરેલાં અતિક્રમણોને તોડી પાડવામાં આવ્યાં હતાં. એની સાથે જ એ વિસ્તારના ગેરકાયદે ફેરિયાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી વખતે BMCના ૧૦૫ કર્મચારીઓ, બે JCB, ૬ ડમ્પર અને બીજાં બે વાહનો હાજર રહ્યાં હતાં.
ADVERTISEMENT
સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે ડેવલપરના ઇશારે BMCએ આ તોડકામ કર્યું છે.

