Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ તેમના અબ્બાનું લાહોર-પાકિસ્તાન નથી: નિતેશ રાણે હિંસક ઘટનાના પીડિતોને મળ્યા

મુંબઈ તેમના અબ્બાનું લાહોર-પાકિસ્તાન નથી: નિતેશ રાણે હિંસક ઘટનાના પીડિતોને મળ્યા

Published : 28 May, 2025 07:39 PM | Modified : 29 May, 2025 06:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઘટના દહિસર પશ્ચિમના ગણપત પાટિલ નગરમાં બની હતી. શેખ અને ગુપ્તા પરિવારો એક જ વિસ્તારમાં રહે છે અને નાના-મોટા મુદ્દાઓ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 18 મેના રોજ રવિવારે, બન્ને પરિવારો ફરી એકવાર હથિયારોનો ઉપયોગ કરીને એકબીજા સાથે અથડાયા હતા.

નિતેશ રાણે મઝગાંવ ભાઈચા ધક્કા ખાતે માછીમારો અને માછીમાર મહિલાઓને મળ્યા (તસવીર: પીટીઆઇ)

નિતેશ રાણે મઝગાંવ ભાઈચા ધક્કા ખાતે માછીમારો અને માછીમાર મહિલાઓને મળ્યા (તસવીર: પીટીઆઇ)


મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહે છે. તાજેતરમાં તેમણે મુંબઈમાં બે પરિવાર વચ્ચે થયેલી હિંસાચરની ઘટનાના પીડિત પરિવાર સાથે વાતચીત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે હુમલો કરનારાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી. નિતેશ રાણેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કડક શબ્દોમાં ઘટનાની ટીકા કરતાં જોવા મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે બુધવારે ગુપ્તા પરિવારને મળ્યા, જેમના પર ૧૮ મે ૨૦૨૪ના રોજ દહિસર પશ્ચિમના ગણપત પાટિલ પર નગરમાં હિંસક અથડામણ દરમિયાન હુમલો થયો હતો. "હું પીડિત પરિવારને મળવા આવ્યો છું. મારી બહેન મારી સાથે છે, અમારા ધારાસભ્ય પણ અમારી સાથે હતા. અમે બધા આજે હિન્દુ તરીકે ભેગા થયા હતા, મંત્રીઓ કે ધારાસભ્ય તરીકે નહીં. અમે અહીં એક હિન્દુ તરીકે આવ્યા હતા," રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું.




રાણેએ કહ્યું, "ઇસ તરહ કી હિમત હમ હમારે મુંબઈ મેં કરને દેંગે નહીં, યે ઉનકે અબ્બા કા લાહોર ઔર પાકિસ્તાન નહીં હૈ." જેનો અર્થ એવો થાય છે કે, "અમે આ બાબતને અમારા મુંબઈમાં થવા દઈશું નહીં. આ તેમના પિતાનું લાહોર અને પાકિસ્તાન નથી. યે હિન્દુરાષ્ટ્ર મેં હમારા મુંબઈ હૈ." જેનો અર્થ થાય છે, "આ અમારા હિન્દુરાષ્ટ્રનું મુંબઈ છે."


૧૮ મેના રોજ, દહિસર પશ્ચિમમાં બે પરિવારો વચ્ચે થયેલી લડાઈ દરમિયાન ત્રણ લોકોની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ હમીદ શેખ (૪૯), રામ ગુપ્તા (૫૦) અને અરવિંદ ગુપ્તા (૨૩) તરીકે થઈ છે. આ ઘટના દહિસર પશ્ચિમના ગણપત પાટીલ નગરમાં બની હતી. શેખ અને ગુપ્તા પરિવારો એક જ વિસ્તારમાં રહે છે અને નાના-મોટા મુદ્દાઓ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 18 મેના રોજ રવિવારે, બન્ને પરિવારો ફરી એકવાર હથિયારોનો ઉપયોગ કરીને એકબીજા સાથે ઝઘડો અને મારપીટ થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

માછીમારો પર હુમલા પર પણ ભડક્યા રાણે

મહારાષ્ટ્રના સ્થાનિક માછીમારો પર બાંગ્લાદેશીઓ દ્વારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નિતેશ રાણેએ બુધવારે (28 મે) ના રોજ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મહાયુતિ અને કેન્દ્ર સરકારને આ મામલાની અસરકારક તપાસ કરવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ મુદ્દા પરના એક પ્રશ્નના જવાબમાં મંત્રી નિતેશ રાણેએ કહ્યું, "થોડા દિવસો પહેલા એક ઘટના બની હતી જેમાં બાંગ્લાદેશી લોકો આવ્યા હતા અને સ્થાનિક માછીમારો પર હાથ ઉપાડ્યો હતો. અમારો મત સ્પષ્ટ છે કે અમે કોઈપણ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોને અમારી જમીન પર રહેવા દઈશું નહીં. જો તેઓ હાથ ઉંચા કરવા જેવું કંઈ કરશે, તો અમે ખાતરી કરીશું કે તેમને યોગ્ય સજા મળે. તેઓ ફરી ક્યારેય કોઈ હિન્દુ તરફ જોવાની હિંમત કરશે નહીં."

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK