વિજય વડેટ્ટીવારે કહ્યું, "જયકુમાર રાવલ સોલાપુરના છે, જે વિસ્તાર ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. તેથી, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના જનપ્રતિનિધિઓએ આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. બાળકોના જન્મદિવસ દર વર્ષે આવે છે; તે આવતા વર્ષે પણ આવશે"
વીડિયો જોઈ લોકો અને વિરોધ પક્ષના નેતાઓ ટીકા કરી રહ્યા છે (તસવીર: X)
મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના પ્રવાસે નીકળ્યા છે. આ દરમિયાન, મંત્રી જયકુમાર રાવલના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના વીડિયો સામે આવ્યા છે, જેમાં વિદેશી મહિલાઓ ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે. કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે આ મામલે જયકુમાર રાવલ પર નિશાન સાધ્યું હતું.
વિજય વડેટ્ટીવારે શું કહ્યું?
ADVERTISEMENT
વિજય વડેટ્ટીવારે કહ્યું, "જયકુમાર રાવલ સોલાપુરના છે, જે વિસ્તાર ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. તેથી, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના જનપ્રતિનિધિઓએ આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. બાળકોના જન્મદિવસ દર વર્ષે આવે છે; તે આવતા વર્ષે પણ આવશે. કહેવાય છે કે મૃત્યુ એક જ વાર આવે છે, પરંતુ જન્મદિવસ દર વર્ષે પાછો આવે છે. જો તેમના મનમાં આ ભાવના ન હોય, તો પછી તેઓ શેના વિશે ચિંતિત છે?" તેમણે વધુમાં ઉમેર્યું, "આ `દેખાવો` કરતી કૅબિનેટનો હેતુ શું છે? દુષ્કાળ અંગે બેઠકો યોજાઈ રહી છે, છતાં આ બધું માત્ર દેખાવો હોય તેવું લાગે છે. આ એક ઢોંગ છે." વડેટ્ટીવારની ટિપ્પણી બાદ મંત્રી જયકુમાર રાવલના પુત્રના જન્મદિવસના કાર્યક્રમ અંગે રાજકીય ચર્ચા તેજ તીવ્ર બની છે.
मंत्री जयकुमार रावल यांच्या काल रात्रीच्या दुष्काळ पाहणी दौऱ्यातील आणखी काही चलचित्रे.. pic.twitter.com/fKTiANCSGZ
— Mahadev Balgude (@Mahadev_Balgude) September 23, 2026
કુણાલ પાટીલના કાર્યક્રમ અંગે પણ ઉઠ્યા સવાલો
દરમિયાન, ભાજપ નેતા કુણાલ પાટીલના જન્મદિવસ માટે આયોજિત અન્ય એક કાર્યક્રમે પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. તેમના જન્મદિવસ નિમિત્તે ગૌતમી પાટીલના ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ગૌતમી પાટીલના પ્રદર્શન અંગે પણ પ્રતિક્રિયાઓ જોવા મળી છે. વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આ નેતાઓ દ્વારા યોજાયેલા ખાનગી કાર્યક્રમો અને રાજ્યની દુષ્કાળની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે સરકાર દુષ્કાળનો સામનો કરવા માટે બેઠકો અને પ્રવાસો કરી રહી છે, ત્યારે વિપક્ષ અમુક નેતાઓ દ્વારા આયોજિત પારિવારિક કાર્યક્રમો પર સવાલ ઉઠાવી રહ્યો છે.
`બલિ રાજા`નું સંકટ દૂર થાય: નાયબ CM સુનેત્રા પવારે લાલબાગચા રાજાના દર્શન કર્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુનેત્રા પવારે બુધવારે મુંબઈના પ્રખ્યાત `લાલબાગચા રાજા`ના દર્શન કર્યા હતા. ગણેશોત્સવ દરમિયાન, તેમણે ભગવાન ગણેશ સમક્ષ ખેડૂતો માટે પ્રાર્થના કરી અને તેઓ હાલના દુકાળના સંકટમાંથી ઝડપથી બહાર આવે તેવી કામના કરી. સુનેત્રા પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર તેમની મુલાકાતની તસવીરો શૅર કરી.
