Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાબુલ સુપ્રિયોએ ટ્રાફિકમાં ફસાતાં માણી રિક્ષાની સવારી

બાબુલ સુપ્રિયોએ ટ્રાફિકમાં ફસાતાં માણી રિક્ષાની સવારી

22 September, 2019 03:25 PM IST | મુંબઈ

બાબુલ સુપ્રિયોએ ટ્રાફિકમાં ફસાતાં માણી રિક્ષાની સવારી

બાબુલ સપ્રિયો

બાબુલ સપ્રિયો


મુંબઈ : (પી.ટી.આઇ.) કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ મંગળવારે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની કાર મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે તે મુંબઈમાં ઑટોરિક્ષાની સવારીની મોજ માણી રહ્યો હોવાનું જણાય છે. વિડિયો ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરી તેણે લખ્યું છે કે મારી કાર ટ્રાફિક જૅમમાં ફસાઈ જતાં મેં રિક્ષાની સવારી કરવાની તક ઝડપી લીધી છે. 

ભૂતકાળની યાદ તાજી કરતાં બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે મારા સંઘર્ષના દિવસોમાં મેં ઘણી વાર રિક્ષામાં પ્રવાસ કર્યો છે. એ દિવસો ખરેખર મને ઘણું સારું ફીલ કરાવે છે. બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે હું મુંબઈમાં ૧૯૯૨માં પહેલી વાર રિક્ષામાં બેઠો હતો. આ સમયે મને કિશોરકુમારનું એક ગીત યાદ આવે છે, એમ કહી તેણે ટ્વિટર પરની ક્લિપમાં ‘મૈ હું ઘોડા યે હૈ ગાડી, મેરી રિક્ષા સબસે નિરાલી’ ગીત પણ ગાઈ સંભળાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 03:25 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK