તો ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૩ને એની ફરિયાદ કરો : વિદેશની ટૂર કરાવવાની લાલચ આપીને મેમ્બરશિપ આપનારી ક્લબના સંચાલકોએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
સસ્તામાં ફૉરેનની ટૂરની લાલચ આપીને છેતરનારા બે આરોપીઓ અને તેમને પકડી લેનાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ની ટીમ.
યાત્રી ક્લબ ઑફ હૉલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોની સસ્તામાં ફૉરેનની ટૂર કરાવવાનું કહીને લોકોને છેતરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ૨૭ વર્ષના મુખ્ય આરોપી હિમાંશુ તિવારી અને અંધેરીમાં રહેતા તેના સાગરીત નોમાન ઝુબેરે ઘણા લોકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું છે.




