મૂળમાં એના વિરોધમાં અને સેસ સહિતની બીજી અન્ય સમસ્યાઓ જેવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ વગેરેને લઈને આજનો બંધ પોકારવામાં આવ્યો છે.
ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)
નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની નવી પૉલિસીનો વિરોધ કરવા આજે મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિએ આજે બંધની જાહેરાત કરી છે. એથી રાજ્યની મોટા ભાગની APMC માર્કેટોના દુકાનદારો તેમની દુકાનો બંધ રાખશે. વેપારીઓની પાંચ મુખ્ય સંસ્થાઓ APMC, ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT), ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર (MACCIA), ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GOMA) આ બંધમાં ભાગ લેશે. આ વિશે માહિતી આપતાં ગ્રોમાના પ્રેસિડન્ટ ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારના નવા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ કમિટીમાં વેપારીઓને જે સભ્યપદ મળવું જોઈએ એ મળતું નથી એટલે હવે પછી વેપારીઓની સમિતિમાં વેપારીને જ સ્થાન નહીં રહે. એથી મૂળમાં એના વિરોધમાં અને સેસ સહિતની બીજી અન્ય સમસ્યાઓ જેવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ વગેરેને લઈને આજનો બંધ પોકારવામાં આવ્યો છે. એથી આજે APMC બંધ રહેશે.’


