ગંભીર અકસ્માત થવા છતાં ડ્રાઇવર ચમત્કારિક રીતે બચી ગયો હતો. કાર-ડ્રાઇવર અંધેરીથી બાંદરા જઈ રહ્યો હતો ત્યારે એક વાહને તેની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી
અંધેરીમાં અકસ્માત, ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ
અંધેરીમાં ફ્લાયઓવર પર ગઈ કાલે બપોરે અકસ્માત થયો હતો. ગંભીર અકસ્માત થવા છતાં ડ્રાઇવર ચમત્કારિક રીતે બચી ગયો હતો. કાર-ડ્રાઇવર અંધેરીથી બાંદરા જઈ રહ્યો હતો ત્યારે એક વાહને તેની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. એ પછી કાર-ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર સામેની લેનમાં જતી રહી હતી અને એ વખતે પણ સામેથી આવેલી કાર સાથે પણ તેની કાર ભટકાઈ હતી. એમ બે વખત ઍક્સિડન્ટ થવા છતાં ડ્રાઇવર બચી ગયો હતો. અકસ્માતને કારણે થોડો વખત ટ્રૅફિક જૅમ રહ્યો હતો.


