નીતા અને મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ માટે ક્રૂઝ પર એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું
તસવીર: અંબાણી અપડેટ
નીતા અંબાણી અને મુકેશ અંબાણી બિઝનેસ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે, જેઓ અદ્ભુત પોશાક પહેરીને બધાને ચોંકાવી દેવાની કોઈ તક છોડતા નથી. તાજેતરમાં, નીતા અને મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અને અંબાણી પરિવારની થનાર વહુ રાધિકા મર્ચન્ટ માટે ક્રૂઝ પર એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી (Anant-Radhika 2nd Pre-Wedding)નું આયોજન કર્યું હતું. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં માસ્કરેડ પાર્ટી પણ સામેલ હતી, જેની તસવીરો હવે સામે આવી છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું છે.



